ઊના તાલુકાના મોટા સમઢીયાળા ગામના દલીતકાંડના ફરીયાદી વશરામ બાબુ સરવૈયા પોતાના કાકાના દિકરા સાથે બાઇક પર જતા હતા ત્યારે ઉના શહેરમાં આવેલ શીવાજી પાર્ક પાસે દલીતકાંડમાં સંડોવાયેલ આરોપી પ્રમોદગીરી ગોસ્વામી રહે.સીમર, તેમજ તેની સાથે રહેલા બળવંતગીરી ધીરૂગીરી અને અન્ય અજાણ્યા વ્યક્તિ સાથે મળી વશરામ બાલુ વરવૈયાને રોકાવી આ શખ્સોએ ધમકી આપી હતી. કે ઊના કાંડના કેસમાં સમાધાન કરવાને છેકે નહીં તેમ જણાવી મારી નાખવાની ધમધકી આપી જ્ઞાતિ પ્રત્યુ હડધુત કર્યા અંગેની ઉના પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે.
