Gujarat

ઊનામાં મહીલા મંડળ દ્રારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન આજથી શરૂ થશે

શિવ કથા તા.૩ થી ૧૧ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ પ્રસાદીનું આયોજન કરેલ છે.

ઊના શહેરમાં દડુકેશ્વર મહીલા સત્સંગ મંડળ દ્રારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩ જાન્યુ.ને સોમવાર થી તા.૧૧ જાન્યુ. મંગળવાર સુધી સવારે ૯ થી ૧૨ બપોરે ૩ થી ૬ આમ નવ દિવસ કાર્યક્રમ ઓમકાર ચોક ગરબી ચોકની સામે રાખવામાં આવેલ છે. આ કથાના પ્રવક્તા જનકગીરી બાપુ દ્રારા કથાનું રસપાન કરાવશે. અને પુજન આચાર્ય પ્રફુલદાદા દ્રારા કરવામાં આવશે. શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આ ભવ્ય આાયોજન મહીલા મંડળ દ્રારા કરવામાં આવ્યુ છે. દડુકેશ્વર મહીલા મંડળ દ્રારા છેલ્લા ત્રણેક વર્ષથી તમામ ધાર્મિક કાર્યમાં જોડાય ફંડ એકત્ર કરેલ અને આા શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન મહીલા મંડળ દ્રારા કરાયેલ છે. શિવ કથા દરમ્યાન પોથીયાત્રા, શિવ પાદુર્ભાવ, બિલી ભસ્મ રૂદ્રાક્ષ મહીમા, સતિ જન્મ (નવદુર્ગા દર્શન), શિવ વિવાહ, ગણપતિ જન્મ, બાર જ્યોતિલીંગ પૂજન સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. આ ઉપરાંત તા.૮ શનિવારે રાત્રીના સંતવાણી કાર્યક્રમ હોય કથા દરમ્યાન પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલ છે. શિવ કથામાં તમામ ધર્મપ્રેમી ભક્તજનોને કથા શ્રવણનો લાભ લેવા નિમંત્રણ દડુકેશ્વર મહીલા સત્સંગ મંડળ દ્રારા પાઠવવામાં આવેલ છે. કથા વિરામ તા.૧૧ ને મંગળવારે થશે.

-મંડળ-દ્રારા-શિવ-મહાપુરાણ-જ્ઞાનયજ્ઞ-આજથી-શરૂ-થશે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *