ઊના શહેરમાં એક શખ્સ બાઇક ચોરી કરી પસાર થતો હોવાની બાતમી આધારે જીલ્લા એસોજીએ ગેસ્ટ હાઉસ પાસેથી પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉના શહેરમાં ભાવનગર રોડ પર આવેલ બસ સ્ટેન્ડ નજીક એક અશોક ગેસ્ટ હાઉસ પાસે નંબર પ્લેટ વગરની બાઇક લઈને એક શખ્સ પસાર થતો હોવાની બાતમી આધારે જીલ્લા એસ ઓ જી ના સ્ટાફ એન કે ગોહીલ, સુભાષભાઈ ચાવડા સહીતની ટીમે બાઈક ચાલકને રોકાવી જરૂરી કાગળ આધાર પુરાવા માંગતા તેની પાસે ન હોય અને સંતોષકારક જવાબ ન આપતા અને વધુ પૂછપરછ હાથ ધરતા રાજકોટ ખાતે આવેલ જંગલેશ્વર વિસ્તારમાંથી આ બાઈક ચોરી કરી લઈ આવેલ હોવાનું ખુલવા પામેલ. અને આ બાઈક અખ્તરભાઈ અબ્દુલભાઈ અદમાણે રહે. રાજકોટ વાળાના નામથી નોંધાયેલ હતી. પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરેલ આ બાઇક ચોરીમા કેટલા લોકો સંડોવાયેલા છે. અને અગાઉ કેટલી બાઇકની ચોરી કરી છે. તે અંગેની વધુ પુછપરછ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


