Gujarat

ઊનામાં વેપારીઓ દ્રારા સરકારના જી એસ ટી ના કાયદાનો સખત વિરોધ સાથે રજુઆત કરી..

ગ્રેઇન મર્ચન્ટ એસોશિએસન વેપારીઓએ દ્રારા ના.કલેક્ટરને આવેદન પાઠવ્યું.

ઊના ગ્રેઇન મર્ચન્ટ એસોશિએસન દ્રારા સરકારના જી એસ ટી ના કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવેલ હતો. અને અગાઉ જી. એસ. ટી. કાયદાના નિયમ હેઠળ અનાજ, કઠોળ, તેમજ નોન બ્રાન્ડેડ વસ્તુ ઉપર જી એસ ટી ન હોવાથી ખેડૂત તેમજ વેપારીઓને વધુ અગવડતા પડતી ન હતી. હાલ સરકારે નવા નિયમમાં વેપારીઓને ખૂબ જ મુશ્કેલી પડશે તેમજ દરેક ચિજવસ્તુઓ ખૂબજ મોંઘી થશે અને જો તે ન બને તો ખેડૂતને જી એસ ટી ની જેટલી રકમ ભાવથી ઓછી મળશે. જે બંનેને નુ        કસાન કર્તા હોય તેથી સરકાર દ્રારા આ જી એસ ટી કાયદો કેન્સલ કરવામાં આવે અને આવા કપરા સમયમાં વેપારી તેમજ ખેડૂતોના હિતને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવે તેવી માંગ સાથે ઉના ગ્રેઇન મર્ચન્ટ એસોશિએસનના પ્રમુખ અબ્બાસભાઇ સુમરાણી, ઉપપ્રમુખ કાંતિભાઇ હિરપરા, ખજાનચી સંજયભાઇ મિસ્ત્રી, ભરતભાઇ સોમજાણી, ભૂપતભાઇ, હેમુભાઇ સહીતના મોટી સંખ્યામાં વેપારીઓ દ્રારા સખત શબ્દોમાં વિરોધ કરીને ના.કલેક્ટરને લેખિત રજુઆત કરી આવેદન પત્ર પાઠવેલ હતું..

ઊનામાં-વેપારીઓ-દ્રારા-સરકારના-જી-એસ-ટી-ના-કાયદાનો-સખત-વિરોધ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *