ઊના – ઊના શહેરમાં આવેલી વિવિધ ફરસાણની દુકાનોમાં સ્વીટમાં ભેળસેળ કરી ગ્રાહકોને ધાબળી દઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની રાવ સાંભળવા મળી છે. ત્યારે આ બાબતે તંત્રએ પણ જાણે મોન ધારણ કરી લીધુ હોય તેમ જુદી જુદી વાનગીઓ જેમાં માવાની મીઠાઇઓમાં કેટલા દિવસો સુધી પડી રહેલી વાસી મીઠાઇઓ લોકોને ધાબળી દેઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. તેમ છતાં તંત્ર દ્રારા આવા વેપારી સામે કોઇ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. અને તપાસ કાર્યવાહી કરવામાં આવે તો માત્ર નમુના લઇ લેબમાં મોકલી આપતા હોય છે. પરંતુ તેનો રીપોર્ટ આવતા લાંબો સમય લાગતો હોવાથી આ બાબતનું ભીનુ સંકેલાય જતું હોવાનો ઘાટ સર્જાય રહ્યો છે. આવી ભેળસેળ વાળી મીઠાઇ ખાવાથી લોકોના સ્વાથ્ય પર ગંભીર બિમારીઓનો ભોગ બને તો જવાબદાર કોણ ? અને આવા સ્વીટના વેપારીઓ સાથે અધિકારીઓના સંપર્કમાં હોય જેના કારણે કોઇ તપાસ થતી નથી તેવા પણ સવાલો ઉઠવા પામેલ. અને લોકોને ભેળસેળ વાળી મીઠાઇ વહેચી આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં હોય ત્યારે આ બાબતે તંત્ર આવા સ્વીટના વેપારીઓ સામે પગલે લેશે કેમ તે જોવાનું રહ્યું..
