પોલીસે હિંમતનગર થી આરોપીને ઝડપી ઉના લાવવામાં આવ્યો..
ઊના – ઊના શહેરમાં ૬ માસ પહેલા એસ ટી બસ સ્ટેશન માંથી વહેલી સવારે પટેલ સોમાભાઇ રામદાસ નામની આંગડીયા પેઢીનો કર્મચારી ભાવનગર જવા નિકળેલ તેમના હાથમાંથી રૂ. ૬૦ લાખથી વધુની રકમ થેલામાં હોય અને લૂંટારૂઓ રેકી કર્યા બાદ લૂંટ ચલાવી કારમાં નાશી ગયા હતા. અને પોલીસ દ્રારા આરોપી ઓને શોધવા દિવસ રાત મહેનત કરેલ જેમાં આ લુંટમાં કુલ ૭ આરોપીની સંડોવણી બહાર આવેલ જેમાં અગાઉ ચાર આરોપી ઝડપાય ગયેલ હતા. અને આજે વધુ એક આરોપીને હિંમતનગરથી ઝડપી ઉના લાવવામાં આવેલ.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરસોમનાથ જી્લ્લા એ એસ પી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ આંગડીયા પેઢીની લૂંટના આરોપીને ઝડપવા માઇક્રોપ્લાનીંગ કરી ઝીણવટ ભરી તપાસનો ધમધમાટ શરૂ રાખેલ અને આરોપી હિંમતનગર હોવાની જાણ થતાં અંબાજી પોલીસ સ્ટેશનના પી આઇ ડી બી પટેલ તથા પોલીસ સ્ટાફ સાથે ઉના પી આઇ એમ યુ મસી સતત સંપર્કમાં રહી આરોપી પ્રકાશસિંહ ઉર્ફે ડો. ચતુરસિંહ ઝાલા ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે. નવા તા.હિંમતનગર જી.સાબરકાંઠાને ઉના તથા અંબાજીની પોલીસ દબોચી લઇ ઉના પોલીસ સ્ટેશન લાવેલ જ્યારે આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા આરોપી પ્રકાશસિંહ હાલ તેમના ગામ નવા માં કરીયાણાની દુકાન ધરાવે છે જે તેનો એકનો એક દિકરો કરીયાણાની દુકાનનું સંચાલન કરી રહ્યો છે. તે સીવાય આરોપીના ગુજરાત તથા રાજસ્થાનની અનેક બેંકોમાં ખાતાઓ ધરાવે છે. અને આ તમામ ખાતા હાલ બેંકમાં ચાલુ છે તે સીવાય અલ્લાહાબાદની બેંકમાં પણ બેંક એકાઉન્ટ ધરાવે છે આમ પોલીસ દ્રારા હાલ પ્રાથમિક તપાસમાં વિગત બહાર આવેલ છે. તેમજ હજુ પણ આંગડીયા પેઢીની લૂંટમાં મુખ્ય બે આરોપીઓ પોલીસ પહોચની બહાર હોવાનું પોલીસે જણાવેલ હતું. તેમજ ટુંક સમયમાં લૂંટના મુખ્ય આરોપી પકડાઇ જશે તેવો વિશ્વાસ પોલીસે વ્યક્ત કર્યો હતો.
તેમજ પકડાયેલ આરોપી પ્રકાશસિંહના ગુજરાત તેમજ રાજસ્થાનની બેંકોમાં એકાઉન્ટ હોય તેની વિગત પણ મેળવી રહી છે. આ બેંક એકાઉન્ટ કેટલા સમયથી કાર્યરત છે અને બેંક એકાઉન્ટમાં કેટલી બેલેન્સ છે તેની વિગતો પણ પોલીસ દ્રારા મેળવવામાં આવશે…