Gujarat

ઊના ગીરગઢડા એગ્રો ઇનપુટ એસોસીએશનની બેઠક મળી…

જંતુનાશક દવાનું ઓનલાઇન વેચાણ બંધ કરાવવા બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો…

ઊના – ઊના ગીરગઢડા એગ્રો ઇનપુટ એસોસીએશનની જલારામ વાડી ખાતે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકનું સફળ આયોજન પ્રમુખ અશ્વિનભાઇ ઝાલા તેમજ ઉપપ્રમુખ કિરીટભાઇ ગટેચા દ્રારા કરવામાં આવેલ. અને બેઠકના પ્રારંભ પહેલા રાષ્ટ્રગીત ગાઇ પ્રારંભ કર્યો હતો. જેમાં બન્ને તાલુકાના જંતુ નાશક દવાના વેપારીઓ તથા એજન્ટો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ઓલઇન્ડીયા એસોસીયેશનના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અરવિંદભાઇ ટીંબડીયા જુનાગઢ, પોરબંદર જીલ્લા એસોસીએશનના પ્રમુખ રસીકભાઇ બાથાણી, ઉપપ્રમુખ વિનુભાઇ બારસીયા વેપારીઓના મંતવ્ય જાણવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

 

આ બેઠકમાં જંતુ નાશક દવા અને બિયારણના ઓનલાઇન થઇ રહેલ વેચાણ સામે વિરોધનો શૂર એગ્રો વેપારીઓ માંથી ઉઠવા પામેલ. જેમાં આપણા વેપારને ટકાવી રાખવા માટે સંગઠીત થઇ જંતુનાશક દવાના ઓનલાઇન વેપારને નાબુદ કરવાના સુત્રનું તાલુકાના તમામ વેપારીઓ અને વિક્રેતાઓએ સમર્થન કરી વિરોધ નોધાવ્યો હતો. તેમજ જંતુનાશક દવાઓના ઓનલાઇન વેચાણને કારણે આગામી સમયમાં થતાં ગેરકાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી રણનિતી બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ. તેમજ ઉપસ્થિત આગેવાનોએ વેપારીઓને સંબોધના જણાવેલ હતું કે મજબુત સંગઠનના પરિણામે આપણા એસોસીએશને અનેક સફળ પરિણામો આવ્યા છે તેમજ આગામી દીવસોમાં પણ દરેક વેપારી તેમજ ડિલર સંગઠીત રહી સંગઠનને મજબૂત કરવા સૈ એ સહકાર આપવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધી ઉના ગીરગઢડા એગ્રો ઇનપુટએ સોસીએશનના મંત્રી મુકેશભાઇ ગાંધી દ્રારા કરવામાં આવેલ.

ઊના-ગીરગઢડા-એગ્રો-ઇનપુટ-એસોશીએશનની-બેઠક-મળી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *