પંચાયત કચેરીમાં મહીલા પુરૂષ માટેનું અલગ અલગ શૈચાલય, પીવાના પાણી તેમજ પાર્કિગનો અભાવ…
ઊના તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડીંગ જુનુ અને જર્જરીત હાલતમાં હોય આ કચેરીમાં અલગ અલગ વિભાગોની ઓફીસમાં
બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલ અને અમુક ઓરડાઓ અતિ જર્જરીત હાલતમાં હોવાથી સ્લેબના છત ઉપરથી પોપડા પડતા
હોવાથી અધિકારી કર્મચારીઓ તેમજ કચેરીમાં દાખલા સહીતના કામકાજ માટે આવતા જતા અરજદારો મુશ્કેલીમાં મુકાય જતાં હોય
છે. છત પરથી પોપડા પડવાની ઘટના અનેકવાર બની ચુકી છે. તેના કારણે ઓફીસ તેમજ ઓરડા વારંવાર ફેર બદલ કરતા હોવાથી
ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને ભારે મુશ્કેલી પડતી હોય આ ઉપરાંત પંચાયત કચેરીની જર્જરીત બિલ્ડીંગમાં મહીલા પુરૂષ
માટેનું અલગ અલગ શૈચાલયનો અભાવ હોય પીવાના પાણીની અવ્યવસ્થા તેમજ પાર્કિગ માટે શેડનો અભાવ આ તમામ વ્યવસ્થા ન
હોવાના કારણે અધિકારીઓ કર્મચારીઓ, અરજદારો હેરાન પરેશાન બની ગયા છે. તાઉતે વાવાઝોડા બાદ આ કચેરીમાં અનેક ઓરડા
અતિ જર્જરીત બની ગયા હોય આથી આ ઉના તાલુકા પંચાયત કચેરીનું જર્જરીત બિલ્ડીંગમાં પ્રાથમિક સુવિધા તેમજ આધુનિકરણ
મુજબ નવા બિલ્ડીંગ બનાવવા યોગ્ય અને તાત્કાલીક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે અસીલ મંચ દ્રારા ભરતભાઇ
કામળીયા, પિયુશભાઇ સરવૈયા, વશરામભાઇ સરવૈયા સહીતએ ના.કલેક્ટરને આવેદપત્ર પાઠવેલ હતું.


