ઊના દિવ રોડ પર આવેલ નાલીયા માંડવી ગામ નજીક એક એસટી બસ નં.જીજે.૧૮ ઝેડ ૧૯૩૩ ના ચાલકે રસ્તા પરથી પસાર થતાં પશુઓને હડફેટે લેતા ત્રણ થી ચાર ભેંસોને ગંભીર ઇજા થતાં રસ્તા પરજ બેભાન હાલતમાં ઢળી પડેલ હતી. આ અકસ્માત થતાં એસ ટી બસના ચાલકે બસ રોકી દીધેલ અને બસના આગળના ભાગે નુકસાન થયેલ. અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્ત ભેંસોને સારવાર આપવામાં આવેલ.


