Gujarat

ઊના દેલવાડા રોડ પર ડિઝલ ભરેલ ટેન્કર ગટરમાં ફસાઇ જતા લોકોના જીવ તાવડે ચોટ્યા..

ઊના દેલવાડા રોડ પર ડીઝલ ભરેલ ટ્રક સૈયદ રાજપરા ડીઝલ ઠરલવવા જતી વખતે શાહ એચ ડી હાઇસ્કુલ પાસે ટેન્કરના ડ્રાઈવરે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા ટ્રક અચાનક ગટરનુ ટાંકણું તોડી ગટરમાં ટ્રકનું વીલ ફસાઇ ગયેલ હતું. અને કલાકો સુધી આ ડિઝલ ભરેલો ટ્રક અહી ફસાઇ ગયેલ પડેલ બાદમાં અન્ય વાહન દ્રારા આ ડિઝલ ભરેલ ટેન્કરને તાત્કાલીક ગટરમાંથી વીલ બહાર કાઢવામાં આવેલ હતો. આ ટ્રકના ટેન્કરમાં ડિઝલ ભરેલ હોય મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ આજુબાજુની દુકાનદારોના જીવ પણ તાવડે ચોટી ગયા હતા. અને કોઇ ઇજાકે જાનહાની થયેલ નહીં અને ડિઝલના ટેન્કરને સહીસલામત રીતે નિકળી જતાં લોકોએ હાસકારો અનુભવ્યો હતો.

 

-રોડ-પર-ડિઝલ-ભરેલ-ટેન્કર-ગટરમાં-ફસાઇ-જતા-લોકોના-જીવ-તાવડે-ચોટ્યા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *