Gujarat

ઊના નાં આમોદ્રા ગામે ઉપ સરપંચ તરીકે પટેલ સમાજ નાં ભાવેશ હિરપરા ની સર્વાનુમતે બિન હરીફ વરણી. ..  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ..
તાજેતર માં યોજાયેલ આમોદ્રાગ્રામપંચાયત નાં પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણીજંગ માં ભા.જ.પ પ્રેરિત વિકાસ પેનલનાં મહિલા સરપંચ પ્રિયંકા બેન અજિતભાઈ મોરી ઉપરાંત દસ  માંથી સાત વોર્ડ કબ્જે કરી વિકાસ પેનલ ની ટીમે ગ્રામપંચાયત માં વિજય મેળવતા સતાવાર રીતે ગત તારીખ ૧૭-૧-૨૨ નાં રોજ આમોદ્રા ગ્રામ પંચાયત સેવા સદન ખાતે ઊના તા.પં. નાં કિશોરભાઈ અગરાવત, ત.કમ.મંત્રી,વનરાજ સોલંકી ની હાજરીમાં સરપંચ પ્રિયંકા બેન મોરી સહિત ચુંટાયેલા સદસ્યો તેમજ અગ્રણી શ્રી વિરભણ ભાઈ મોરી,અજિતભાઈ મોરી,કિરણસિંહ મોરી,વિગેરે ની ઉપસ્થિતિમાં અધિકારીઓ દ્વારા નિયમાનુસાર ની કાર્યવાહી કરી સરપંચ ,ઉપસરપંચ નો ચાર્જ સોંપવામાં આવેલ.
પ્રાપ્ય માહિતી અનુસાર આમોદ્રા ગ્રામપંચાયત નાં ઉપ સરપંચ તરીકે સૌ પ્રથમવાર પટેલ સમાજ નાં ભાવેશ ભાઈ હીરપરા ની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવેલ.
સત્તારૂઢ થયા બાદ સરપંચ સહિત ની સમગ્ર ટિમ અને અગ્રણી ઓ દ્વારા ગામ સફાઈ અને વિકાસ ના કાર્યો નો સત્વરે શુભારંભ કરી દેતા ગ્રામજનો માં આનંદ ની લાગણી જોવા મળેછે.
Attachments area

IMG-20220121-WA0546.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *