રૂ.૧ લાખથી વધુ રકમ બાકી હોય ૯ મિલ્કતો સીલ કરાયા..
ઊના – ઊના ન. પા. વેરા વસુલાત વિભાગ દ્રારા શહેરમાં જુદા જુદા વેરાઓની રકમ બાકી હોય તેવા મિલ્કત ધારકો સામે કાર્યવાહી હાથ ધરેલ છે. શહેરમાં મિલ્કત ધારકોને વેરાની રકમ ભરવાની બાકી હોય જેથી ન. પા. દ્રારા નોટીસ ફટકારેલ હોવા છતાં આસામીઓ દ્રારા વેરો ભરપાઇ કરેલ ન કરતા આખરે વેરા વસુલાત વિભાગ દ્રારા મિલ્કતોને સીલ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉના નગર પાલીકા ચિફ ઓફીસરની સુચનાથી વસુલાત અધિકારી અશ્વિનભાઇ જોષી, પુંજાભાઇ ભીટ, મિલીંદભાઇ રાઠોડ, મહેશભાઇ વ્યાસ સહીતના સ્ટાફ દ્રારા મિલ્કત વેરાઓની વસુલાત ઝુંબેશ અંતર્ગત છેલ્લા ઘણા વર્ષથી મિલ્કત વેરાની રકમ બાકી હોય તેની સામે કાર્યવાહી કરી મિલ્કત સીલ કરવામાં આવેલ જેમાં ઉના શહેરના ગનીમાર્કેટ પાસેની પટેલ માર્કેટમાં મિલ્કત ધરાવતા દુદાભાઇ ધરમશીભાઇ ગજેરાની એકજ નામની કુલ ૯ દુકાન વેરોની રકમ રૂ. ૧ લાખ ૮ હજાર ૧૨૦ બાકી હોય આ રકમ ભરપાઇ ન કરતા આ આસામીની મિલ્કતને સીલ કરી કાર્યવાહી હાથ ધરેલ છે. અને આગામી દિવસોમાં શહેરમાં મિલ્કત વેરાની બાકી રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો મિલ્કત સીલ કરવાની ફરજ પડશે તેવું ચિફ ઓફીસરે જણાવેલ.


