Gujarat

ઊના પંથકમાંથી વધુ એક બુટલેગરને પાસા હેઠળ સુરત જેલ હવાલ કરાયો..

ખાણ ગામનો બુટલેગર દારૂના અનેક ગુન્હામાં સંડોવાયેલ હતો.

ઊના – આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી અને જનતામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી બુટલેગર સામે કડક કાર્યવાહી કરી અટકાયતી પગલા લેવા જીલ્લા પોલીસ અધિકારીની સુચના મુજબ એલ.સી.બી. ટીમ દ્રારા ઉનાના ખાણ ગામના બુટલેગરને પકડી પાડી પાસા હેઠળ સુરત જેલ હવાલે કરેલ હતો.

ઊનાના ખાણ ગામે રહેતો બુટલેગર વિજય દેગણ પરમાર વિરૂધ પોલીસમાં દારૂના અનેક ગુન્હામા સંડોવાયેલ હોય આ બુટલેગર સામે ઉના પોલીસે દરખા્સત તૈયાર કરી જીલ્લા પોલીસે મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા આર જી ગોહીલ તરફ મોલતા તેના દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતાને ધ્યાને રાખી ઉનાના ખાણ ગામે રહેતો બુટલેગર વિજય પરમાર વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ અને પાસા વોરન્ટ ઇસ્યુ થયાં બાદ આ શખ્સને જીલ્લા એલ.સી.બી.ના પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, પ્રફુલભાઇ વાઢેર તથા સંદિપ ઝણકાટ સહીત ટીમે વોચ ગોઠવી આ બુટલેગરને પકડી પાડી વડોદરા ખાતે જેલમાં ધકેલી મુકવામાં આવેલ છે.

 

-બુટલગરને-વડોદરા-ખાતે-જેલમાં-ધકેલી-મુકવામાં-આવેલ-છે..jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *