ઊના – 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિન નિમીતે બેંકના મહિલા જનરલ મેનેજર મીનાક્ષીબેન ધોળકિયા દ્વારા ઉના પીપલ્સ કો-ઓપરેટીવ બેંકમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બેંકના તમામ મહિલા કર્મચારીઓ, મહિલા ડિરેક્ટરઓ અને ખાસ કરીને બેંકમાં સફાઈ કામગીરી કરનાર મહિલા કામદાર સહિત તમામ મહિલાઓને તેઓના હાથે કેક કટિંગ કરાવી પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તેઓને નાની એવી શુભેચ્છા ભેટ તેમજ ચોકલેટ આપી અને પ્રોત્સાહન પૂરું પાડી અનોખા અંદાજમાં “વિશ્વ મહિલા દિન” ની ઉજવણી કરવામાં આવી હતી..


