બેંકના તમામ હોદેદારોનું પૂર્વ ધારાસભ્ય તેમજ વિવિધ સંસ્થા દ્રારા સન્માન કરાયું..
ઊના – ઊના શહેરમાં છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત અને વેપારીઓની બેંક તરીકે ઓળખાતી ધી ઉના પીપલ્સ કો.ઓ. બેંકના ૧૨ ડિરેક્ટરો તેમજ ગીરગઢડા શાખાના એક ડિરેક્ટરની મુદત પુરી થતી હોય આ અંગેની ચુંટણી જાહેર થયેલ જેમાં ખાલી પડેલ કુલ બેઠકના ફોર્મ ભરાતા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે બેંકના ચેરમેન તરીકે સીંધી સમાજના અગ્રણી ઇશ્વરલાલ ઉધારામ જેઠવાણી તથા વા.ચેરમેન તરીકે પાંચા વણીક સમાજના અગ્રણી મિતેષભાઇ હરકીશનભાઇ શાહની નિમણૂંક થયેલ તેમજ અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મહેન્દ્રભાઇ મગનલાલ ગટેચા, નટવરલાલ અમૃતલાલ રાચ્છ, શ્રમતિ વિણાબેન મહેન્દ્રભાઇ ગટેચા, અમિતભાઇ વિજયભાઇ કમવાણી, હિતેષકુમાર શશીકાંત પારેખ, ધીરજલાલ તારાચંદ દગીયા, ભાવેશ કનૈયાલાલ જોષી, શ્રમતિ સરલાબેન ગીરીશભાઇ છગ, શ્રમતિ રંજનબેન વિજયભાઇ કમવાણી, પૂનમચંદ ઝાલા તથા ગીરગઢડા શાખામાં કિશોરભાઇ લાલચંદ શંભુવાણી બિનહરીફ જાહેર થયેલ હતા.
પીપલ્સ બેંકના ચેરમેન વા.ચેરમેન અને ડિરેક્ટર બિનહરીફ જાહેર થતાં ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્રારા નગર પાલીકાના સભાખંડમાં એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં પૂર્વચેરમેન મહેન્દ્રભાઇ ગટેચા તેમજ વર્તમાન ચેરમેન ઇશ્વરભાઇ જેઠવાણી, વા.ચેરમેન મિતેષભાઇ શાહ થતાં બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું શાલ ઓઢાડી શહેરની વિવિધ સામાજીક સંસ્થા તથા વેપારીઓ દ્રારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ અને તમામ ડિરેક્ટર્સનું શુભેચ્છા પાઠવી મોં મીઠા કરાવેલ હતા..