Gujarat

ઊના ભાવનગર રોડ પર અલગ અલગ શોરૂમોમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ રકમની ચોરી કરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ…

સોનાલીકા ટ્રેક્ટરનો શોરૂમ, બજાજ શોરૂમ, યામાહા, હિરો ઇલેક્ટ્રીક શોરૂમ, ટીવીએસ તેમજ વિષ્ણુ એન્ટરપ્રાઇઝ મીલમાંથી રોકડ રકમની ચોરી તથા નુકશાન કર્યુ હતું.

ઊના ભાવનગર રોડ પર આવેલ અલગ અલગ વાહનોના શોરૂમમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. અને અલગ અલગ શોરૂમના શટરના તાળા તેમજ બારી તોડી કાઢી અંદર પ્રવેશ કરી રોકડ રકમ તેમજ તોડફોડ કરી ભારે નુકસાન કરી નાશી છુટ્યા હોય આ અંગે આઇસર ટ્રેક્રટરનો શોરૂમ ચલાવતા અનિરૂધ્ધસિંહ વીરભણભાઇ મોરીએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટે આધારે તસ્કરોને પકડી પાડવા ચક્રગતિમાન કરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉનામાં ભાવનગર રોડ પર આવેલ અક્ષ્રર જીનીંગ પાસે આદનાથ એજન્સી નામે આઇસર ટ્રેક્ટરના શોરૂમ અનિરૂધ્ધસિંહ વીરભલભાઇ મોરીનો આવેલ હોય તેમાં મોડી રાત્રીના અઢીથી ત્રણ વાગ્યાના સમય દરમ્યાન મોઢે બુકાની ધારી તસ્કરો આવી પહોચેલ અને શોરૂમની દિવાલમાં આવેલી બાબરીના કાચનો લોક તોડી બારીના સળીયા કાપી નાખી શોરૂમની અંદર તસ્કરોએ પ્રવેશ કરી ઓફીસના ટેબલના ખાનામાંથી રોકડ રૂ.૭૦ હજારની ચોરી કરી હતી. આ સીવાય શોરૂમમાં નુકસાન પહોચાડી નાશી છુટ્યા હતા. તેમજ આજુબાજુમાં આવેલ અન્ય સોનાલીકા ટ્રેક્ટરનો શોરૂમ, બજાજ શોરૂમ, યામાહા, હિરો ઇલેક્ટ્રીક શોરૂમ તેમજ યાજપુર ગામે આવેલ વિષ્ણુ એન્ટરપ્રાઇઝ જેના માલીક પ્રશાંતભાઇ દિપકભાઇ મોરીની મીલમાંથી પણ રોકડ રકમની ચોરી થયેલ છે. તેમજ ટીવીએસ શોરૂમ સહીતના અલગ અલગ સાત જેટલા શોરૂમોમાં તસ્કરોએ બારી, સટ્ટર તોડી ગે.કા. અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી તથા શોરૂમોમાં તોડીફોડ કરી નાશી છુટ્યા હોય આ સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયેલ હોય સીસીટીવી ફુટેજ આધારે પોલીસે તસ્કરોને ઝડપી પડવા ચક્રગતિમાન કરી તપાસ હાથ ધરેલ છે.

-રોડ-પર-અલગ-અલગ-શોરૂમમાં-ચોરી-સમગ્ર-ઘટના-સીસીટીવી-કેમેરામાં-કેદ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *