ઊના ભાવનગર નેશનલ હાઇવે રોડ પર આવેલ નાઠેજ ગામના પાટીયા પાસે સુલતાનપુર ગામે જવાના મુખ્ય રસ્તેજ હાઇવે દ્રારા રસ્તાનું લેવલ વ્યવસ્થિત કરાયેલ ન હોવાના કારણે હાઇવેની સાડઇમા મોટી કટ હોવાના કારણે અકસ્માતની ભીતી સેવાય રહી છે. નેશનલ હાઇવેથી સુલતાનપુર સહીતના આજુબાજુના ગામ લોકો પોતાના ગામે જવા બાઇક અથવા અન્ય નાના મોટા વાહન લઇ પસાર થતા હોય છે. ત્યારે અહી રસ્તા પરજ મોટી કટના હોવાથી અવાર નવાર વાહન ચાલકોને અકસ્માત થતો હોય છે. અને હાઇવેથી મસમોટો ઢાળ હોવાથી સુલતાનપુર જતાં તમામ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. અને અવાર નવાર અકસ્માતના લીધે લોકોને ઇજા અને વાહનને નુકસાન પહોતી રહ્યુ છે. આ બાબતે સુલતાનપુર ગ્રામ પંચાયત નિતીનભાઇ જીણાભાઇએ ના.કાર્યપાલ ઇ. માર્ગ મકાન પેટા વિભાગને લેખિત રજુઆત કરી આ રસ્તા પર મોટી કટની તંત્ર સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી લોકોના હીતને ધ્યાને રાખી વ્યવસ્થિત રસ્તાનું લેવલ કરવા માંગણી કરેલ છે.
