Gujarat

ઊના મચ્છીમાર્કેટ પાસે સાર્વજનિક છાત્રાલય પડતર રૂમ બારી તોડી ચોરીનો પ્રયાસ..

ઊનાના મચ્છીમાર્કેટ પાસે આવેલ રમણીકભાઇ વ્યાસના સાર્વજનિક છાત્રાલય પડતર બંધ રૂમની બારીને ધોળા દિવસે અજાણ્યા શખ્સે તોડી અંદર પ્રવેશ ચોરીનો પ્રયાસ કરેલ. ત્યારે આજુબાજુમાં મચ્છીમાર્કેટ પાસે અવર જવર કરતા લોકોને અવાજ સંભળાતા આજુબાજુના સ્થાનિક લોકો રૂમમાં પહોચી તપાસ કરતા અજાણ્યા શખ્સને પકડી પડેલ હતો. અને પોલીસને જાણ કરતા તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે દોડી જઇ શખ્સને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી આગળની પુછપરછ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત ઊના શહેરના ભીમપરા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા ધોળા દિવસે અજાણ્યો તસ્કરોએ રહેણાંક મકાનના મુખ્ય દરવાજાનો લોક ખોલી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી નાશી છુટ્યા હોય આ ઘટના અંગે પોલસે તપાસ હાથ ધરવામાં આવેલ પરંતુ પોલીસમાં ચોરીની ફરીયાદ નોધાય નથી. આમ ઊના શહેરમાં ફરી તસ્કરો સક્રિય બની ગયા હોય તેમ ચોરીના બનાવો વધી રહ્યાં હોય આથી તસ્કરોને પકડી પાડવા પોલીસનું પેટ્રોલીંગ જરૂરી બની ગયેલ છે..

-પાસે-સાર્વજનિક-છાત્રાલય-પડતર-રૂમ-બારી-તોડી-ચોરીનો-પ્રયાસ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *