Gujarat

ઊના મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર ઉપર ભુમાફિયા ઓનો હુમલો, ટ્રેક્ટર માંથી ધક્કો મારી દેતા પગમાં ફેક્ચર..

પસવાળાની માલણ નદીમાં ગે.કા. રેતી ચોરી પકડી પાડી ટ્રેક્ટરમાં બેસી ઉના લઇ આવતા હતા ત્યારે હુમલો કર્યો..અધિકારીએ ત્રણ શખ્સો વિરૂધ પોલીસ ફરીયાદ નોધાવી.

ઊનાના પસવાળાની માલણ નદીમાં ગે.કા. ખનીજ ચોરી કરી જેસીબી ટ્રેક્ટરમાં હેરાફેરી કરતા હોયએ દરમ્યાન ઉના મામલતદાર કચેરીના સર્કલ ઓફીસરની ટીમ દ્રારા ઘટના સ્થળે પહોચી ખનીજ ચોરી પકડી ટ્રેક્ટર જેસીબી મુદામાલ સાથે ટ્રેકટરમાં બેસી આવતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે ધક્કો મારી દેતા પગના ભાગે ઇજા પહોચી હતી. આ અંગે ત્રણ ભૂમાફીયા સામે અધિકારીએ પોલીસ ફરીયાદ નોધાવતા કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભુપત ઉકા ગોહીલ રહે.પસવાળા, હમીર સાંખટ રહે. ઊંટવાળા, તેમજ આસીફ ઉનડજામ રહે. ઉમેજ આ શખ્સો દ્રારા પસવાળા ગામની સીમમાં આવેલ માલણ નદીમાં ઊંટવાળા ગામના સામાં કાંઠે રાત્રીના બાર વાગ્યાની આસપાસ માલણ નદીમાં જે.સી.બી.ની મદદથી રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર મિતેષકુમાર ગુમાનભાઇ વસાવા સહીતની ટીમ પહોચી ગયેલ અને ગે.કા. ખનીજ ચોરી કરી ટ્રેક્ટરોમાં ભરતા હોય દરમ્યાન રોયલ્ટી પાસપરમીટ માંગતા ન હોય અને આ અંગે મામલતદારને જાણ કરતા ખાણ ખનીજના અધિકારીઓ સ્થળ પર પહોચી ગયેલ બાદમાં અલગ અલગ ટ્રેક્ટરમાં કર્મચારી બેસીને ઉના મામલતદાર કચેરી ખાતે લઇ આવતા હતા. ત્યારે પાછળ કાર રજી.નં.૨૮૦૬ જેમાં બે શખ્સો હોય સામતેર ગામ પાસે પહોચતા સ્કુલ પાસેથી ગામના કાચા રસ્તા પર જવા દીધેલ બાદમાં ટ્રેકટરનો ડ્રાઇવર ભુપત ઉકા ગોહીલે મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર મિતેષકુમાર ગુમાનભાઇ વસાવાને ટ્રેક્ટર માંથી ધક્કો મારી દેતા નીચે પટકાતા પગના ભાગે ગંભીર ઇજા પહોચતા ફેક્ચર થતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા. આ અંગેની મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર મિતેષકુમાર ગુમાનભાઇ વસાવાએ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  અને ખાણ ખનીજ વિભાગ દ્રારા ખનીજ રેતી ચોરી કરેલ તે સ્થળ પર ખાડાની ઉંડાઇની માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરેલ. આમ ઉના પંથકના ખનીજ માફીયાઓને અધિકારી ઉપર જ હુમલો કરતા હોય તો સામાન્ય નાગરિકની સ્થિતિ કેવી થતી હશે. આમ ભુમાફિયાઓ બેફામ બની ગયા હોય તેમ કોઇનો ડર રાખ્યા વગર અધિકારીઓ ઉપર હુમલા કરતા સમગ્ર પંથકમાં ચર્ચા ઉઠવા પામેલ.

-કચેરીના-સર્કલ-ઓફીસર-ઉપર-ત્રણ-શખ્સો-દ્રારા-ટ્રેક્ટરમાંથી-ધક્કો-મારી-ઇજા-કરી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *