ઉના – મનન શાળા વિકાસ સંકુલ ઉના આયોજીત તાલુકા માધ્યમીક અને ઉચ્ચ માધ્યમિક વિભાગનુ એસવીએસ કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્ર્મ ઉના-વેરાવળ હાઇવે નજીક વિજય પબ્લિક સ્કુલ ખાતે યોજાયો હતો. આ પ્રદર્શન કાર્યક્રમ પ્રાંત અધિકારી રાવલ અને ઉના પોલીસ પી આઈ ગોસ્વામી દ્વારા વિજ્ઞાનિક પધ્ધતિથી શ્રીફળની છાલ ઉપર પોટેશિયમ પરમેંગેનેટની મદદથી રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી વિજયભાઇ જોષી અને શાળાના આચાર્ય અમરીશ શાહ, કનવીનર દીપ્તિબેન ગોસ્વામી સહીત ઉપસ્થિત રહ્યા હતા. અને ભાવી વિજ્ઞાનિકોએ સ્કુલમાં અલગ અલગ પ્રદર્શન રજુ કરેલ જેમાં ૫૦૦થી વધુ વિધાર્થીઓએ લાભ લીધો હતો. અને ભાવિ વિજ્ઞાનિકોને શુભકામના પાઠવી હતી.


