વિધાનસભાની ચુંટણીને આખરી ઓપ આપ્યો છે. ત્યારે મતદાન મથક બુથ ૨૮૦, સખીમંડળના ૭ બુથ, દિવ્યાંગ પોલીંગ સંચાલક કર્મચારી બુથ ૧, તેમજ ઇવીએમ મશીન ૨૮૦ હોય તેમજ તમામ બુથ પર ચુંટણી ફરજમાં પોલીંગ સ્ટાફ ૧૩૩૪ ફરજ પર મુકાયેલ છે. તેમજ ઉના નવાબંદર પોલીસ સ્ટેશન હેઠળ ફરજ પરના પી આઇ, પી એસ આઇ સહીત તમામ પોલીસ કર્મી, હોમગાર્ડ, જીઆરડી તેમજ અલગ પાંચ કંપનીના જવાનો બી એસ એફ, સીએપીએફ, તેમજ આર બી પી એફ (રીઝર્વ બોર્ડર પોલીસ ફોર્સ) સહીત કુલ ૧૦૯૯ જવાનો તૈનાત રહેશે. આ ચુંટણીમાં સરકારી એસટી બસ ૨૨ ફાળવવામાં આવેલ છે.


