મહીલાઓ ગેસના બાટલાઓ સાથે મતદાન મથકે પહોચી. ક્યાંક ઢોલનગાર વાગ્યા..
ઊના – ગુજરાત વિધાનસભાની ચુંટણી ઉના ગીરગઢડા તાલુકામાં સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધીનું મતદાન બુથો પર લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા નિકળી પડ્યા હતા. અને સાંજે પાંચ વાગ્યુ મતદાન પૂર્ણ થતાં ૬૨.૫૦ ટકા મતદાન થયુ હતું. ઉના ગીરગઢડા તાલુકામાં કુલ ૨,૬૭,૦૯૪ મતદારો પૈકી કુલ ૧,૬૬,૯૨૫ મતદારોએ પોતાના મતનો ઉપયોગ કરેલ હતો. જેમાં ૮૭,૧૯૨ પુરૂષ તેમજ ૭૯,૭૩૨ સ્ત્રી તેમજ ૧ મત ત્રિજી જાતીના મતદારે મતદાન કરેલ હતું. આમ સાંજ ૫ વાગ્યા સુધી ૬૨.૫૦ ટકા મતદાન શાંતિ પૂર્વક થયેલ હતું. મતદાન દરમ્યાન દરેક બુથો પર ચુંસ્તબંદોબસ્ત ગોઠવાયેલ હોય જેના કારણે કોઇપણ અનિચ્છીત બનાવ બનવા પામેલ ન હતો.
આ ચુંટણીમાં ગત ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં થયેલ મતદાન કરતા એક ટકો મતદાન ઓછુ થયેલ હોવાનું જોવા મળી રહ્યુ છે. સવારથી તમામ ધંધારોજગાર બંધ રાખીને લોકો પોતાનો મત આપવા દરેક બુથો પર કતારોમાં ઉભા રહ્યાં હતા.
ઊનાના દુધાળા ગામની મહીલાઓ ગેસના બાટલા સાથે મતદાન મથકે પહોચી…
દુધાળા ગામની મહીલાઓ મતદાન મથકે મતદાન કરવા ગેસના ખાલી બાટલા માથે ઉપાડી મતદાન કરવા પોહચી હતી. અને મોટી સંખ્યામાં મતદાન કરેલ હતું.
– ૨૦૧૭ કરતા ૨૦૨૨ મા મતદારો વધ્યા અને મતદાનની ટકાવરી ઘટી…
ગુજરાત વિધાનસભાની ૯૩ ઉના બેઠક પર ૨,૩૩,૩૩૪ મતદારો ૨૦૧૭મા હતા. અને ૬૩.૮૦ ટકા મતદાન થયેલ હતું. જ્યારે ૨૦૨૨ મા ૨,૬૭,૦૯૪ મતદારોની સંખ્યા થઇ તેની સામે મતદાન ૬૨.૫૦ ટકા થયુ. આમ ૧.૩૦ ટકા મતદાન ઓછુ થયું..
– ઊના ગીરગઢડા વિધાનસભાની ચુંટણી સવારથી શરૂ થતા સૈયદ રાજપરા, નગડીયા, મહોબતપરા તેમજ ઉના શહેરના રહીમ નગર, કેવી સ્કુલ, શાહ એચ ડી હાઇસ્કુલ તેમજ અલગ અલગ બુથ પર રાજકીય પાર્ટીના ટેકેદારો વચ્ચે ખેચાખેચી તેમજ ચુંટણીપંચના નિયમો વિરૂધ ૨૦૦ મીટરના મર્યાદા અંદર રહી ટોળાસાહી સાથે પ્રચાર કરી ચોક્કસ પાર્ટીના ઉમેદવારને મત આપવા અને મતદારની ઓળખ યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાની અનેક ફરીયાદો જીલ્લા પોલીસ અધિકારી અને ચુંટણી અધિકારીને ધારાસભ્ય પુંજાભાઇ વંશ દ્રારા કરેલ હતી.
– મોટાડેસર ગામમાં ૬.૩૦ વાગ્યે મતદાન પૂર્ણ થયું..
મોટાડેસર ગામે ૫ વાગ્યે મતદાન પૂર્ણ થવાનો સમયે પરંતુ ૨૦૦ થી વધુ મતદારો બુથ પર કતારોમાં ઉભેલા હોય આ મતદારોએ સાંજના ૬.૩૦ વાગ્યા સુધી મતદાન કર્યુ હતું..
