Gujarat

ઊના શહેરની નદીના સામાં કાંઠાના ખેતી વાડી વિસ્તારમાં ૮ દિવસથી અંધાર પટ….

આઠ આઠ દિવસથી ટીસી બળી જવા છતાં હજુ સુધી નવું ટીસી ફિટ કરવામાં આવ્યુ નથી.

રાત્રીના વન્યપ્રાણીઓની રંજાડ અને માલઢોરને દૂર સુધી પાણી પાવા જવું પડે છે.

ઊના શહેર અને તાલુકામાં સામાન્ય વરસાદ પડતાની સાથે વિજ ધાંધીયા થરૂ થઇ જતાં હોય છે. જેના કારણે ખેતીવાડીમાં રહેતા લોકોને રાત્રીના સમયે વન્યપ્રાણીનો ભય તેમજ માલઢોરને પીવાના પાણીની સમસ્યા ઉભી થતાં ભારે મુશ્કેલીમાં મુકાય જતાં હોય છે.  ત્યારે ઉના શહેરની મચ્છુન્દ્રી નદીના સામાં કાંઠે આમોદ્રા રોડ પર આવેલ ખેતી વાડી વિસ્તારમાં છેલ્લા ૮ દિવસથી સપ્ટેશન બળી ગયેલ હોય જેથી નદી કાંઠા વિસ્તારમાં ખેતી વાડી ધરાવતા ખેડૂતો દ્રારા ઉના પીજીવીસીએલના અધિકારીઓને રૂબરૂ તેમજ લેખિત મોખિક રજુઆત કરતા પીજીવીસીએલ દ્રારા સપ્ટેશન (ટીસી) નથી અને આવશે એટલે ફિટ કરી જશું તેવા ઉડાવ જવાબ આપી દેતા હોવાના કારણે આ વિસ્તારના તમામ ખેડૂતો વિજપુરવઠાના અભાવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અને પીજીવીસીએલની બેદરકારી સામે રોષ ઉઠવા પામેલ છે. જોકે એક તરફ ચોમાસાની ઋુતુ શરૂ હોય તેમાંય વિજ ધાંધીયા અને રાત્રીના સમયે વન્યપ્રાણી દીપડાનો વસવાટ હોવાથી આ વિસ્તારમાં રાત્રીના અંધારામાં લોકોને ભય રહેતો હોય છે. વાડીમાં રહેણાંક મકાન હોય જેથી રાત્રીના વાડીએ જવા માટે મુશ્કેલી ઉભી થતી હોય અને માલઢોરને પાણી પીવડાવવા માટે નદી સુધી દૂર લઇ જવા પાડતા હોય છે. એક તરફ સરકાર ખેડૂતોને પોરતો વિજ પુરવઠો આપવાની વાતો કરી રહી છે. અને સામાન્ય વરસાદ વરસતાજ ખેતી વાડીમાં રહેલા વિજ પોલ ઉપરના ટીસી બળી જતાં હોવા છતાં આઠ આઠ દિવસ સુધી નવા ટીસી ફિટ કરવામાં આવતા ન હોય આ બાબતે પીજીવીસીએલને રજુઆત કરવા છતાં ખેડૂતનું કોઇ સાંભળતુ ન હોવાના આક્ષેપ આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યાં છે.

ઊના-શહેરના-સામાં-કાંઠા-વિસ્તારના-ખેતીવાડીમાં-૮-દિવસથી-અંધાર-પટ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *