Gujarat

ઊના શહેરમાંથી પસાર થતો મુખ્ય હાઇવેનું તાત્કાલીક સમારકામ તથા નવિનીકરણ કરવા વેપારી એસોસીયેશનની માંગ…

રસ્તો ઉંચો બનતા અમારી દુકાન ૨ ફુટ નીચી આવી ગઇ છે….વેપારીઓ…

ઊના ભાવનગર હાઇવે પર આવેલ ગરાળ ગામના પાટીયા પાસે દુકાનદારો ધુળની ડમરીઓથી પરેશાન…

 

ઉના શહેરમાં જાહેર બગીચાની આજુબાજુમાં વેપાર ધંધો ધરાવતા વેપારીઓ છેલ્લાં ઘણા વર્ષોથી જુની દુકાનો આવેલી છે અને આ દૂકાનો પાસેથી મુખ્ય હાઇવે રસ્તો પસાર થાય છે.રસ્તો અતિ બિસ્માર અને રોડ દિવસેને દિવસે ઉંચો બની રહ્યો છે જેનાં કારણે દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય આથી આ રસ્તાને ખોદકામ બાદ લેવલ કરી તાત્કાલીક બનાવવા વેપારી એસોસીયેશન દ્વારા ના. કલેક્ટરને રજુઆત કરી માંગ કરેલ છે.

 

હાલ ઉના બાયપાસ હાઈવે છેલ્લાં ચારેક વર્ષથી બની રહ્યો હોવા છતાં આજ સુધી ચાલુ થયેલ ન હોય જેના કારણે રાજુલા, મહુવા, ભાવનગર તરફથી આવતા અને અંબુજા તથા સોમનાથ વેરાવળ તરફ જતા મોટા ટ્રક, ટ્રેલર તથા ડમ્પર જેવા ભારે વાહનો પસાર થતા હોય છે તેમાં પણ મોટાંમોટાં પથ્થરો ઓવરલોડ ભરી દિવસ રાત વાહનમાં સપ્લાઇ કરતા હોવાથી રસ્તા પર ધૂળની ડમરી ઓ ઉડતી હોય તેમ છતાં તંત્રમ પેટનું પાણીય હલતું નથી.શહેરમાંથી પસાર થતો હાઈવે હાલમાં ચોમાસાની સિઝન છે અને ચાલુ વર્ષે ખુબ સારો એવો વરસાદ થયેલ છે.તેના કારણે નેશનલ હાઇવે ઓથોરીટી આ રોડ રસ્તાનું રીપેરીંગ કરે છે. પરંતુ રોડના સમારકામ તથા રીપેરીંગ કોઇપણ જાતના નિયમો કે પોલીસી ધ્યાને રાખ્યા વિના જ આ કામ કરવામા આવે છે.

 

આ રોડની પશ્ચિમ દિશાએ અમારી દુકાનો છે.જે ચાલીશ-પચાસ વર્ષ જુની છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા તુટેલા કે નુકશાન પામેલા રોડને રીપેર કરતા પહેલા ખોડકામ કરી તેનુ લેવલ જાળવીને રીપેરીંગ કામ કરવાનું હોય છે,પરંતુ હાલમા રોડનું કામ કોઈપણ જાતનું લેવલ વગરનું કામ કરવામાં આવે છે. આથી રોડની ઉપરનુ પાણી અમારી દુકાનો પાસે ઘુસી ગયેલા છે.અને આ વરસાદના પાણી નિકાલની કોઈપણ જાતની વ્યવસ્થા હાઇવે ઓથોરીટી દ્વારા કરવામાં આવતી નથી.જેના કારણે પારાવાર આર્થિક નુક્શાન થઈ રહ્યું છે.આ રોડ રીપેરીંગના કામકાજમાં પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા થાય તેવી માગ સાથે તમામ વેપારી એસોયેશનના વેપારીઓ જાહેર બાગ વિસ્તારના દુકાનદારો દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરી હતી. હાલ તંત્ર દ્રારા રસ્તાની કામગીરી શરૂ કરવા આવી રહ્યુ છે.

 

આ ઊપરાંત ઉના ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ ગરાળ ગામના પાટિયા પાસે રોડ પર ધૂળની ડમરી ઓ ઉડતા રસ્તા પર આવેલ દુકાનદારો પણ ત્રાહિમામ પોકારી ગયા છે એક તરફ ધૂળની ડમરી અને બીજી તરફ ખાડા માંથી બહાર આવેલી કાંકરી ઉડીને વાહન ચાલકો તથા રાહદારી લોકોને કઈ રીતે બચવું રામેશ્વરના પાટિયાથી લઇ અને કાણકબરડાના પાટીયા સુધી બિસ્માર રસ્તાના કારણે લોકોનાં સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે…

બોક્ષ્ – રોડ ઉંચો થતા વરસાદનું  પાણી દુકાન પાસે ભરાઇ જાય છે…અનિલભાઇ…

 

અનિલભાઇએ જણાવેલ કે ત્રિકોણ બાગ પાસે મારી દુકાન આવેલી છે. આ રસ્તા બને છે તે દિવસેને દિવસે રોડ ઉંચો થતો જાય છે. જેથી હાલ ચોમાસામાં વરસાદ પડે એટલે પાણી દુકાન પાસે ભરાઇ જાય છે. જેથી ગ્રાહકોને દુકાનમાં આવવું મુશ્કેલી બની જાય છે. અત્યાર સુધી અમે ખરાબ સ્થિતીમાંથી પસાર થયા છે. આવનારા તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે આ સ્તાને વ્યવસ્થિત દુકાનદારોને તકલીફ ન થાય તેને ધ્યાને રાખી કામગીરી કરવા માંગ કરી હતી…

બોક્ષ્ – અમારી દુકાન ૨ ફુટ નિંચી આવી ગઇ છે…ધનશ્યામભાઇ…

ધનશ્યામભાઇએ જણાવેલ કે અતિખરાબ રોડના કારણે આ રસ્તા પરથી પસાર થવા કોઇ રાજી નથી. ધુળ એટલી બધી ઉડે છે કે કોઇપણ કસ્ટમર દુકાનમાં આવવા રાજી નથી. રસ્તા પર અવાર નવાર માટી કાકરી નાખી દેઇ છે જેથી કાંકરા ઉડતા કાચના દરવાજા તુટી જાય છે. રસ્તાની ઉપર રસ્તો બનાવે છે રસ્તો ઉચો હોવાથી અમારી દુકાનો બે ફુટ નિચી આવી ગઇ છે. અને દુકાનમાં માલસાનને ભારે નુકસાન થાય છે.

 

ઊના-ભાવનગર-હાઇવે-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *