ઉના ગોપાલની વાડી પાસે છેલ્લા 12 વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્ર મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્રમંડળના પ્રમુખ બંટીભાઈ અને ટીમના સેવાભાવી લોકો દ્રારા આયોજના કરવામાં આવેલ હતું.
છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા મિત્રમંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરેલ તે પંડાલમાં બલ્ડ ડોનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બલ્ડ ડોનેશ કેમ્પમાં કુલ 51 જેટલા વ્યક્તિઓએ બલ્ડ ડોનેટ કરી અને આ સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા. ત્યારે ઉના નગરપાલિકાના પુર્વ પ્રમુખના પુત્ર અને હાલના વોર્ડ નંબર 8 ના સદસ્ય અને એસી ગુર્પના આગેવાન મનોજભાઈ બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા. અને એ સી ગૃપના યુવાનોએ તથા શહેરના લોકોએ બલ્ડ ડોનેશ કર્યું હતું..

