Gujarat

ઊના શહેરમાં ઘરમાંજ માટીના ગણેશ મૂર્તિની સ્થાપના કરાય, દરરોજ પૂજા અર્ચના આરતી કરાય છે..

ઘરના આંગણેજ ડોલમાં વિસર્જન કરી પર્યાવરણની જાળવણી કરશે.

ઊના શહેરમાં દેલવાડા રોડ પર આવેલ ખારા ડેલા વિસ્તારમાં રહેતા મહેશભાઇ મૈયાના ઘરે માટીના ઇકોફેન્ડલી ગણેશની મૂર્તિને છેલ્લા ઘણા દિવસથી ઘરમાંજ સુધ્ધ માટી દ્રારા મૂર્તિ બનાવવામાં આવી હતી..  મૈયા પરીવાર દ્રારા છેલ્લા ૧૨ વર્ષથી માટીના ગણેશમૂર્તિ બનાવી ઘરમાંજ સ્થાપના કરે છે. અને ગણેશચતુર્થી નિમીતે વિધિવત પૂર્જા આરતી કરવામાં આવે છે. દર વર્ષે પોતાના ઘરમાંજ ગણેશજીની મુર્તિ બનાવી વિવિધ પ્રકારના સ્ટોનથી સુશોભીત કરી ડેકોરેશન પણ પોતાની જાતેજ કરે છે. આ ઉપરાંત ૭ જેટલી માટીના ઇકોફેન્ડલી ગણેશપતિજીની મૂર્તિ બનાવે છે. અને ગણેશ મૂર્તિને છેલ્લા દિવસે એટલેકે વિસર્જનના દિવસે ઘરના આંગણે ડોલમાં ધરાવી તેમાં છોડ ઉગાડી પર્યાવરણની જાળવણી રાખે છે. જેથી પ્રદૂષણનું પ્રમાણ ઘટે અને પ્રદુષણનું પ્રમાણ વધારનારા અને  જીવજંતુને નુકસાન કારક કેમિકલ યુક્ત મૂર્તિઓનો બહિષ્કાર કરી પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનવા સંદેશો આપ્યો હતો..

ગણેશ-મૂર્તિની-સ્થાપના-કરાય-દરરોજ-પૂજા-અર્ચના-આરતી-કરાય-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *