વહેલી સવારે ઘરેથી ચાલીને મંદિરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
ઊના હાઇવે બાયપાસ છેલ્લા પાંચેક વર્ષથી કામ શરૂ હોય પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઇ નથી. ઊના ભાવનગર હાઇવે પર નાના મોટા હજારો વાહન ચાલકો શહેરમાંથી પસાર થતાં હોય જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય ત્યારે વહેલી સવારે વૃધ્ધ ચાલીને જતાં હતા. ત્યારે ટ્રક ચાલકે વૃધ્ધાને હડફેટે લેતા હાથ ઉપરથી ટ્રકનું વીલ ફળી વળતા જમણો હાથ કચડાય જતાં લોહીલોહાણ હાલતમાં કરી નાખતા ગંભીર ઇજા પહોચતા તાત્કાલીક ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. આ અંગેની વૃધ્ધાએ ટ્રક ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ લાડુબેન કાનાભાઇ સોલંકી ઉ.વ..૭૭ વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ઘરેથી જૈન દેરાસરે પુજાપાઠ તેમજ સફાઇ કામ માટે જતાં હતા. ત્યારે પોલીસ લાઇન નજીક શાકમાર્કેટ પાસે ટ્રક નં. જી.જે. ૧૪ એક્સ ૮૫૦૩ ચાલકે લાડુબેનને પાછળથી હડફેટે લેતા નિચે પટકાતા વૃધ્ધાના હાથ ઉપર ટ્રકનું વિલ ફળી વળતા હાથ કચડાઇ ગયેલ અને લોહીલોહાણ હાલતમાં બેભાન ઢળી પડ્યા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા. અને ઇજાગ્રસ્ત વૃધ્ધાને તાત્કાલીક ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. જેની જાણ તેમના પરીવારજનોને થતાં હોસ્પીટલે દોડી ગયેલા અને આ અંગેની વૃધ્ધાએ ટ્રક ચાલક વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


