Gujarat

ઊના સરકારી હોસ્પીટલમાં ઓક્સીજન પ્લાક કાર્યરત કરાવતા ધારાસભ્ય વંશ

ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂ. ૩૯.૮૧ લાખ ફાળવેલ તે માંથી અધ્યતન પ્લાન બનાવાયો.

ઊના – કોવીડ ૧૯ અંતર્ગત સમગ્ર દેશમાં ઓક્સીજનના અભાવે કોરોનાના દર્દીઓના મોત તેમજ મુશ્કેલીઓ અનુભવતા નજરે નિહાળેલી આ મહામારી હજુ પણ સમગ્ર વિશ્વ ઉપર આક્રમણ શરૂ ધારાણ કરી બેઠે છે. ત્યારે આવનારી પરિસ્થિતીને પહોચી વળવા આગતરૂ આયોજન ઉના સરકારી હોસ્પીટલમાં કરવા ઉના વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઇ વંશે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી ઉના ગીરગઢડા તાલુકાની આમજનતાને આરોગ્યની શ્રેષ્ઠ સારવાર ઘર બેઠા મળી રહે તે માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ.૩૯,૮૧,૨૪૫ ની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. અને યુધ્ધના ધોરણે ઉના સરકારી હોસ્પીટલમાં અધ્યતન ઓક્સીજન પ્લાન ફીટ કરાવી તેને કાર્યરત થતાં તેનું ઉધ્ધાટન કરી જનતાની સેવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ તકે સરકારી હોસ્પીટલના તબીબો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસ કાર્યક્રરો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે આ અગાઉ સીમર સામૂહીક આરોગ્ય કેન્દ્ર તેમજ ગીરગઢડા સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં પણ ઓક્સીજનના બાટલા તેમજ વેન્ટીલેટર અન્ય સાધનો પણ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ફાળવેલા હતા. આ ઉપરાંત પાંચ આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સની ફાળવણી ધારાસભ્યની ગ્રાન્ટ માંથી કરાયેલ હતી.

બોક્ષ્ – સરકારે આપેલો પ્લાન્ટ બંધ હાલતમાં અને ઉધ્ઘાટન થઇ ગયું…

કોરોનાની મહામારીમાં સરકાર દ્રારા દર્દીની સુખાકારી માટે ઓક્સીજન પ્લાન્ટ આપવામાં આવેલ બીજી તરફ ધારાસભ્ય વંશ દ્રારા પણ ઓક્સીજન પ્લાન્ટની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ જે ઓક્સીજન પ્લાન્ટ આજરોજ ધારાસભ્ય દ્રારા કાર્યરત કરવામાં આવેલ.  જ્યારે સરકાર દ્રારા આપેલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી તે કાર્યરત થયેલ નથી..

-હોસ્પીટલમાં-ઓક્સીજન-પ્લાક-કાર્યરત-કરાવતા-ધા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *