ઊના સીટી પીજીવીસીએલ અધિકારી તેમજ કર્મચારી સ્ટાફ દ્રારા કડકડતી ઠંડીમાં ગરીબ પરીવાર રસ્તા પર રાત્રીના ખુલ્લામાં સુતા હોય તેવા પરીવારોને ઠંડીથી બચવા રક્ષણ મળી રહે તેવા હેતુ સાથે ઉના સીટી પીજીવીસીએલના સ્ટાફે શહેરના વિવિધ વિસ્તારોમાં જઇ ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. ધાબળા વિતરણ કરતાજ ગરીબ પરીવારોના ચહેરા પર હર્ષની લાગણી જોવા મળી હતી.
