ઊના સ્યુગર ફેક્ટરમાં પડતર મકાનમાં એક ઝેરી સાપ આવી ચડતા મકાન માલીકને નજરે પડ્યો હતો. જેથી સાપ પકડનારને બોલાવવામાં આવતા દીવથી ડો.દાફડા તાત્કાલીક સ્થળ પર દોડી ગયેલા અને મહામુસીબતે રસલવાયપર નામનો ઝેરી સાપ પકડી પાડ્યો હતો. અને વનવિભાગને શોપી દીધેલ અને વનવિભાગ દ્રારા જંગલમાં સલામત સ્થળે મુક્ત કરવામાં આવેલ હોય જોકે સાપ પકડનાર ડો.દાફડાએ જણાવેલ હતુ કે આ રસલ વાઇપર ઝેરી સાપ છે જે કોઇ વ્યક્તિને દંસ મારે તો વ્યક્તિના શરીરમાં લોહીને ઝામ કરી દેઇ છે. આ સાપ ભારતમાં એકમાત્ર ઘાતક ઝેરીલો સાપ માનવામાં આવે છે.


