Gujarat

એએમટીએસનું ૨૦૨૨-૨૩નું ૫૨૯ કરોડનું બજેટ રજુ કર્યું

અમદાવદ
ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે વર્ષ ૨૦૨૨-૨૩નું ડ્રાફટ બજેટ રૂ. ૩૯૦ કરોડના દેવા સાથેનું રજૂ કરતા જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બસની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. ગત વર્ષે ૭૦૦ જેટલી બસો રોડ ઉપર દોડતી હતી. ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૨માં ૮૦૦ જેટલી બસો દોડશે. જેમાં ૯૦ ટકા બસો કોન્ટ્રાક્ટ પર ચાલે છે. છસ્‌જી માલિકીની માત્ર ૩૦ જેટલી બસો જ છે. છેલ્લા છેલ્લા ત્રણેક વર્ષથી દર વર્ષે સામાન્ય રીતે અંદાજીત ૧૨૫ કરોડની વાર્ષિક આવક નો અંદાજ રાખવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનામાં કારણે આવકમાં મોટો ફટકો પડ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૧.૩૨ કરોડની આવક થઈ છે. જેમાં માર્ચ સુધીમાં ૪૭ કરોડ સુધીની આવક થાય તેટલું છે. કોર્પોરેશન પાસેથી રૂ. ૩૮૦ કરોડની લોન લેવી પડશે. છસ્‌જી ૬૦થી ૭૦ ટકા જેટલો એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ તેમાં પગાર ભથ્થા અને પેન્શનરોને ચુકવણીનો સમાવેશ થાય છે. દેવું ઘટાડવા ૨૧૦૦ કર્મચારીઓમાંથી ૮૫૦ કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાન્સફર કર્યા છે. જેનાથી રૂ. ૪૦ કરોડનો ભાર ઘટશે. સ્ક્રેપ પોલિસીનો અમલ કર્યો એટલે છસ્‌જી પાસે ૪૦ બસ જ છે. વર્ષ ૨૦૨૨માં નવી ૨૦૦ જેટલી મીડી નોન એસી બસોનું ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.તે ઉપરાંત ૫૦ ઇલેક્ટ્રિકલ બસો લાવવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સેવા એટલે કે છસ્‌જીનું વર્ષ ૨૦૨૨-૨૩નું ડ્રાફટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે રૂ. ૫૨૯.૧૪ કરોડનું બજેટ રજૂ કર્યું હતું.ગત વર્ષના બજેટ કરતા રૂપિયા પાંચ કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી ખોટ કરતી છસ્‌જી બસ વધુ એકવાર ખોટ તરફ જતી હોય તેવું બજેટ આજે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે છસ્‌જીને વર્ષે અંદાજે રૂ. ૧૯૦ કરોડની ખોટ પડી છે. ચાલુ વર્ષે સારી એવી આવક થાય તેવી આશા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *