Gujarat

એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ કલારાણી ખાતે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં પ્રથમ વર્ષ સેમેસ્ટર – 1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આવકારતો કાર્યક્રમ પ્રવેશોત્સવ – 2022 ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહેલ અને પ્રસંગોચીત વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપેલ. કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવાએ નવું પ્રવેશ લીધેલ વિદ્યાર્થીનીઓને આવકાર સાથે જીવનમાં પ્રગતિ લાવે તેવું પ્રેરણાદાયી વ્યક્તવ્ય આપી કોલેજના નિયમોની ઝાંખી કરાવેલ.સાથેજ કોલેજમાં સારા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
સાથેજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશોત્સવ ને અનુરુપ કાર્યક્રમ કરેલ, જેમાં ડાન્સ, ગરબા, લોકનૃત્ય અને ફની ડાન્સ સહિત વ્યકિતગત ગીતસંગીત સાથે કાર્યક્રમને દિપાવેલ.કાર્યક્રમના અંતમાં કોલેજના ઈન્ચાર્જ પ્રીન્સીપાલ વિક્રમભાઈ સોનેરાએ મહેમાનોનું આભાર દર્શન કરેલ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220731-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *