Gujarat

એનસીપીનું કોંગ્રેસ સાથે જાેડાણ તૂટ્યું હોય તેવી સૂત્રો દ્વારા માહિતી…

અમદાવાદ
એનસીપી એક રાષ્ટ્રીય પાર્ટી છે તેમ છતાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એનસીપીને અવગણના કરવામાં આવી રહી હોય તેવી માહિતી એનસીપીના સૂત્રો દ્વારા મળેલ છે.
એનસીપીના અમદાવાદ શહેરના પ્રમુખ આકાશ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે અમદાવાદમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છીએ. અમારી યાદી તૈયાર છે અને કોંગ્રેસ પાર્ટી સાથે જાેડાણ ના થાય તો અમો તાકાતથી ચૂંટણી લડવા તૈયાર છીએ. કોંગ્રેસ જાે એનસીપીને યોગ્ય સીટો આપી નહીં શકે તો જાેડાણ થવું અશક્ય છે. ૨૦૧૭ની જેમ આ વખતે પણ એનસીપી એકલા હાથે ચૂંટણી લડે તેવી સંભાવનાઓ છે અને જાે આવું થાય તો કોંગ્રેસને વધારે નુકશાન થાય તેવી વધુ પ્રબળ સંકેતો છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *