Gujarat

એનસીસી કેટેડ્‌સને સુબેદાર દ્વારા સન્માનપત્ર અપાયું

પંચમહાલ
દિલ્હી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાત રાજ્ય માથી ૩૩ જેટલા એનસીસી કેડેટ ગયા હતા અને ત્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ભારત દેશનો નકશો બનાવી સાંસ્કૃતિક પ્રદર્શન કર્યું હતું. જેમાં વિવિધ રાજ્યોમાંથી આવેલ એનસીસી કેડેટએ પોતાના રાજયના વેશભૂષા ધારણ કર્યા હતા. જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી પણ એનસીસી કેડેટ દિલ્હી ખાતે યોજાયેલ આઈ ડી સી કેમ્પમાં ભાગ લઈ સાંસ્કૃતિક પ્રદર્શન કર્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક રાજ્યના એનસીસી કેડેટની મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાત રાજ્યના ગયેલા ૩૩ કેડેટને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે કેમ છો.. ગુજરાતી ગરબા રમ્યા કે તો હાલો રે હાલો ગરબા રમો તેવું કહેતાની સાથે તમામ એનસીસી કેડેટ ગરબે ઘૂમવા લાગ્યા હતા. આમ દિલ્હી ખાતે સારું પ્રદર્શન કરી આવેલા જેયુઓ ફાતેમા સમોલ સહિત દાહોદ અને મહીસાગર જિલ્લાના એનસીસી કેડેટને ૩૦ ગુજરાત બટાલિયનના સૂબેદાર મેજર લક્ષ્મણસિંહ દ્વારા સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *