Gujarat

એનિમલ લાઈફ કેરની ટીમે એક ડિહાઈડ્રેશનનો ભોગ બનેલ ઢેલને રેસ્કયુ કર્યું

અમદાવાદ
હાલ ઊનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સીઘી ગરમી તેમના શરીર પર લાગતી હોય છે. જેથી ડિહાઇડ્રેશનનું પ્રમાણ વધુ રહે છે. તેથી પક્ષીઓ તથા અન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા અવશ્ય કરજાે તથા પાણીમાં પક્ષીઓને માટે ઓઆરએસ પાવડર નાખજાે, જેથી અબોલ જીવને ગરમીમા રાહત મળશે. વિજય ડાભીએ અત્યાર સુધીમાં ડીહાઈડ્રેશનનો ભોગ બન્યા હોય તેવા ૧૦થી વધુ પક્ષીઓને બચાવ્યા છે. દક્ષિણ-પશ્ચિમી ગરમ પવનની અસરથી આગામી અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૧થી ૨ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હોવાથી ગરમીમાં સામાન્ય વધારો થવાના સંકેત છે.ઉનાળાની ગરમીમાં પક્ષીઓ ડિહાઇડ્રેશનનો ભોગ બનતા હોય છે. શહેરના સોલા વિસ્તારમાં એક બંગ્લોઝના પ્લોટમાં ડિહાઇડ્રેશનના કારણે ઢેલ નીચે પડી હતી. એનીમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરાતા એનીમલ લાઈફ કેરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઢેલનું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું અને વઘુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલમાં ઢેલને દાખલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *