ભુજ
મુંબઇના રનવે પર વિમાન ઉડાન ભરવા જઈ રહ્યું હતું તે સમયે રનવે પર જ એન્જિનનું કવર પડી ગયું હતું. વિમાને તે કવર વિના જ ઉડાન ભરી લીધી હતી. એન્જિનનું કવર ક્યા કારણસર પડી ગયું તે મુદ્દે સિવિલ એવિએશન મંત્રાલય તપાસ કરી રહ્યું છે. એન્જિનનું કવર પડી ગયાની ઘટના વિમાન રવાનગી પર નજર રાખી રહેલા એર ટ્રાફિક કંટ્રોલના ધ્યાને તરત આવી ગઈ હતી. તેણે એલર્ટ જારી કરતાં રનવે પરથી જ કવર મળી આવ્યું હતું. વિમાનમાં ચાર વિમાની કર્મચારી સહિત ૭૦ લોકો પ્રવાસ ખેડી રહ્યા હતા. આ કિસ્સામાં તેમણે હેમખેમ ભૂજ વિમાની મથકે ઉતરાણ કર્યું હતું. પરંતુ ડીજીસીએના સૂત્રોના જણાવ્યા મુજબ એન્જિન કવર વિના જ વિમાનની ઉડાન જાેખમી બની શકત.બુધવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઈ. મળતી જાણકારી મુજબ એલાયન્સ એરની મુંબઇ-ભૂજ ફ્લાઇટે મુંબઇથી રવાનગી કરી તે સમયે રનવે પર જ વિમાનના એન્જિન ઉપરનું કવર પડી ગયું હતું. આ જાણકારી મળતાં જ ગુજરાતના ભૂજ ખાતે એટીઆર ૭૨-૬૦૦ વિમાનને તાકીદનું ઉતરાણ કરાવવામાં આવ્યું.