જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે NCD કીલીનીક દ્વારા આજ રોજ તા.૦૧-૧૦-૨૦૨૨નાં રોજ વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૃદ્ધ દર્દીઓનું બ્લડ પ્રેશર તપાસ, RBS તપાસ, BMI, વગેરે તપાસ કરવામાં આવેલ હતી. તેમજ કેન્સર, અસ્થમા, ડાયાબિટીસનાં દર્દીઓને દવાઓ, ફિઝીયોથેરાપી સારવાર આપી જરૂરિયાતમંદ લાભાર્થીઓને વોકિંગ સ્ટીક પણ આપવામાં આવેલ હતી. આ સારવારનો ૧૫૦ દર્દીઓએ લાભ લીધો હતો.
