કપાસ, કોટન, મેન્થાતેલ, રબરમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 74 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 139 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 117 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,20,204 સોદાઓમાં કુલ રૂ.10,780.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 74 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 139 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 117 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,166 સોદાઓમાં કુલ રૂ.3,329.76 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,389ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,389 અને નીચામાં રૂ.49,951ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.293 ઘટી રૂ.50,035ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.71 ઘટી રૂ.39,999 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.4,952ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,186ના ભાવે ખૂલી, રૂ.264 ઘટી રૂ.49,922ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,223ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,253 અને નીચામાં રૂ.63,818ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 399 ઘટી રૂ.63,946ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 176 ઘટી રૂ.64,265 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.306 ઘટી રૂ.64,268 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 27,988 સોદાઓમાં કુલ રૂ.2,415.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,911 અને નીચામાં રૂ.6,774ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.94 ઘટી રૂ.6,823 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.20 ઘટી રૂ.333.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,034 સોદાઓમાં રૂ.130.73 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,998.50 બોલાઈ રહ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,710ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.36,880 અને નીચામાં રૂ.36,660ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 વધી રૂ.36,740ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,175ના ભાવે ખૂલી, રૂ.6 વધી રૂ.16175 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.10 વધી રૂ.970 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,382 સોદાઓમાં રૂ.1,715.47 કરોડનાં 3,426.832 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 38,784 સોદાઓમાં કુલ રૂ.1,614.29 કરોડનાં 249.969 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,556 સોદાઓમાં રૂ.1,589.08 કરોડનાં 23,22,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 13,432 સોદાઓમાં રૂ.827 કરોડનાં 24643750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 823 સોદાઓમાં રૂ.122.13 કરોડનાં 32925 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 195 સોદાઓમાં રૂ.8.31 કરોડનાં 84.96 ટન, રબરના વાયદાઓમાં 15 સોદાઓમાં રૂ.0.25 કરોડનાં 15 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,800.083 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 397.614 ટન, ક્રૂડ તેલમાં 789200 બેરલ અને નેચરલ ગેસમાં 8556250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 204450 ગાંસડી, મેન્થા તેલમાં 340.56 ટન, રબરમાં 67 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1759 સોદાઓમાં રૂ.153.09 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 937 સોદાઓમાં રૂ.73.88 કરોડનાં 1,008 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 642 સોદાઓમાં રૂ.63.10 કરોડનાં 669 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 180 સોદાઓમાં રૂ.16.11 કરોડનાં 186 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 751 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,151 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 180 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,986ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,995 અને નીચામાં 6,878ના સ્તરને સ્પર્શી, 117 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 79 પોઈન્ટ ઘટી 6,910ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,680ના સ્તરે ખૂલી, 74 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 84 પોઈન્ટ ઘટી 14,627ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 18,787ના સ્તરે ખૂલી, 139 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 24 પોઈન્ટ ઘટી 18847ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 29436 સોદાઓમાં રૂ.2,778.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.171.08 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.325.45 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,110.34 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.170.68 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 92.17 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.314 ખૂલી, ઊપરમાં રૂ.314 અને નીચામાં રૂ.251 રહી, અંતે રૂ.51.80 ઘટી રૂ.268.90 થયો હતો. જ્યારે ચાંદી ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.50 ખૂલી, ઊપરમાં રૂ.24.50 અને નીચામાં રૂ.0.50 રહી, અંતે રૂ.45.50 ઘટી રૂ.2.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.23.20 ખૂલી, ઊપરમાં રૂ.24 અને નીચામાં રૂ.20.40 રહી, અંતે રૂ.2.35 ઘટી રૂ.21.35 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.265 ખૂલી, ઊપરમાં રૂ.353.50 અને નીચામાં રૂ.262 રહી, અંતે રૂ.34.60 વધી રૂ.326.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19 ખૂલી, ઊપરમાં રૂ.22.20 અને નીચામાં રૂ.19 રહી, અંતે રૂ.2.40 વધી રૂ.21.60 થયો હતો. સોનું માર્ચ રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.270 ખૂલી, ઊપરમાં રૂ.310 અને નીચામાં રૂ.250 રહી, અંતે રૂ.47 વધી રૂ.297 થયો હતો.
