એવોર્ડસ માટે તા. ૩૧/૦૩/૨૦૨૨ સુધી અરજી કરી શકાશે
જામનગર તા. ૨૩ ફેબ્રુઆરી, જનરલ મેનજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદીમાં જણાવ્યા મુજબ એવોર્ડ્સ ટુ એમએસએમઇ અને એક્સપોર્ટએવોર્ડ્સ અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ના(બી કેટેગરી) તથા વર્ષ ૨૦૧૯-૨૦ના(એ કેટેગરી) બેસ્ટ એવોર્ડ ટુ એમએસએમઇ અને એક્સપોર્ટ એવોર્ડની અરજીઓ સ્વીકારવાની સમયમર્યાદા તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે. આ માટે અરજીના ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગરની કચેરી ખાતેથી અથવા https://msmec.gujarat.gov.in વેબસાઇટ પરથી પણ મેળવી શકાશે. એવોર્ડ ની અરજીઓ તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સેવાસદન-૩, બીજો માળ, લાલબંગલા કમ્પાઉન્ડ, જામનગર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.
