Gujarat

એસટી બસમાંથી મોબાઈલ અને પર્સની ચોરી થતા એસ.ટી.બસ બોડેલી પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ

બોડેલી એસટી ડેપોમાં બે મુસાફરો એસટી બસમાં ચડવા જતા મુસાફરોના પાકીટ અને મોબાઇલ ની થઇ ચોરી
બોડેલી માંથી પસાર થતી કડાણા ડેમ થી બોડેલી રહીને ઉકાઈ તરફ જતી એસટી બસ બોડેલી એસટી ડેપોમાં આવી હોય અને વર્કશોપમાં બસ નું કામ પતાવી પ્લેટફોર્મ પર બસ આવી હતી ત્યારે બોડેલી એસટી ડેપોમાં થી બસમાં ચઢવા જતાં એક  યુવક અને એક યુવતીના બે મોબાઈલ અને એક પાકીટ ની ચોરી થઈ હતી આ ઘટના બનતા બસને એસટી ડેપોમાં રોકી રાખવા કરવામાં આવી હતી  અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ બોડેલી એસ.ટી.ડેપોમાં આવી હતી અને બસને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી બે કલાક સુધી પોલીસ સ્ટેશન ના ગ્રાઉન્ડ પર બસ ને મૂકી તપાસ કરવામાં આવી હતી પણ ચોર નો કોઈ પત્તો લાગ્યો ન હતો
માંડવી તાલુકાના મોરી ગામની યુવતી મોબાઇલ અને પર્સ ચોરી થયાની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં કરી હતી જ્યારે ધર્મેન્દ્ર તડવી નામના યુવકનો મોબાઇલ ચોરી થયાની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં કરી હતી પોલીસ ઘટનાસ્થળે આવીને બસને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી બોડેલી પોલીસ દ્વારા ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220514-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *