Gujarat

ઐતિહાસિક ચૌટા બજારમાં પગ મૂકવાની જગ્યા નહીં, છેલ્લી ઘડીએ ગ્રાહકોનું કીડિયારું ઉભરાયું

સુરત
સુરતના હાર્દસમા ચૌટા બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરતાં જાેવા મળી હતી. દિવાળીના પર્વમાં ચૌટા બજારની ખરીદીનો માહોલ જાેવા જેવો હોય છે. વર્ષો જૂની ઐતિહાસિક બજાર માનવામાં આવે છે. દિવાળી સમયે અહીં જબરજસ્ત ભીડ જાેવા મળતી હોય છે. તો ચૌટા બજારમાં જાણે કીડિયારું ઉભરાયું હોય તેવો માહોલ સર્જાયો છે. ચૌટા બજાર ખરીદીનું એવું સ્થાન છે કે જ્યાં મોટાભાગે તમામ પ્રકારની ચીજવસ્તુઓ મળી રહેતી હોય છે. વિશેષ કરીને મહિલાઓના શણગાર અને કપડાંનું ખૂબ મોટું માર્કેટ છે. મહિલાઓ અહીંથી ખરીદી કરવાનું પસંદ કરે છે. સુરતનું સૌથી મહત્ત્વનું ખરીદીનું કેન્દ્ર છે. સામાન્ય દિવસોમાં પણ અહીં ભીડ જાેવા મળતી હોય છે પરંતુ દિવાળી સમયે માહોલ કંઈક અલગ જ હોય છે. મહિલાઓ માટે શોપિંગ કરવાનું આ પહેલું પસંદગીનું સ્થળ છે. દિવાળીમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો બજારમાં પહોંચ્યા છે. અલગ અલગ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે નાનાં બાળકો સાથે મહિલાઓ અને પરિવારના લોકો ચૌટા બજારમાં નજરે પડી રહ્યાં છે. રાત સુધી આ જ રીતે માહોલ જાેવા મળશે. ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાને કારણે આ વખતે બજારમાં તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ચૌટા બજાર એવું સ્થાન છે કે શહેરમાં ગમે તેવી મંદીનું વાતાવરણ હોય પરંતુ ચૌટા બજારમાં ખરીદી કરવાનું કોઈ ટાળતું નથી. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અંતિમ સમય સુધી લોકો સતત ખરીદી કરતા જાેવા મળી રહ્યા છે. બે વર્ષ બાદ લોકો ખૂલીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે તેની સીધી અસર બજારોમાં દેખાય છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *