Gujarat

ઓક્ટોબરમાં જેમના ૧૮ વર્ષ પૂર્ણ થવાના છે તેઓ પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારો મતાધિકારનો ઉપયોગ કરે અને મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે માટે ચૂંટણી પંચના માર્ગદર્શન પ્રમાણે જુનાગઢ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવા અંગે જિલ્લા મતદાર સાક્ષરતા સમિતિની બેઠક નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રીના ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે જે મતદારો ૧ ઓક્ટોબર ૨૦૨૨ ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરશે તેમના નામ પણ મતદાર યાદીમાં આગામી ઝુંબેશ માં દાખલ કરવામાં આવશે.

૧૮ થી ૨૯  જૂથના પાત્રતા ધરાવતા મતદારો ની નોંધણી થાય તે માટે સંબંધિત વિભાગો ની મદદ લઈને ઝુંબેશ શરૂ કરવા કેમ્પો કરવા, કોલેજોમાં અભિયાન ચલાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

સ્વીપ અંગે મતદાર જાગૃતિ ના કાર્યક્રમો જિલ્લા શિક્ષણાધિકારીના અધિકારીના સંકલનમાં કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *