દ્વારકા
સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના ઓખા ખાતેથી બેટ દ્વારકા વચ્ચે ફેરીબોટ સેવાનો દરરોજ બહોળી સંખ્યામાં યાત્રાળુ પણ આવા ગમન કરે છે.જે દરમિયાન ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જુદી જુદી ફરીયાદના આધારે શરતોનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરાઇ છે.જેમાં ક્રમ વગર ગયેલ જુદી જુદી વીશ ફેરીબોટ અને ઓવર કેપેસીટીવાળી એક ફેરીબોટ સહિત એકવીશ ફેરીબોટના લાયસન્સ આઠ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પરવાના મોકુફીના પગલા ઉપરાંત જીએમબી દ્વારા સંબંધિત ફેરીબોટ ધારકો સામે શરતોના ભંગ મામલે રોકડ દંડની પણ કાર્યવાહી કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે,ઓખાથી દરરોજ અનેક યાત્રાળુ ઉપરાંત્ સ્થાનિક લોકો પણ ફેરીબોટના માધ્યમથી જ આવા ગમન કરે છે.ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા યાત્રિકોની સલામતીનાં સહિત વિવિધ કારણોસર ૨૧ ફેરી બોટ સામે કરાઇ કાર્ય વાહી કરાઇ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.દેવભૂમિ દ્વારકાના ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા વચ્ચે ચાલતી એકવીશ ફેરીબોટના લાયસન્સ જીએમબી દ્વારા આઠ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ઓવર કેપેસીટી,ક્રમ વગર ગયેલા બોટધારકો સહિતના સામે શરતોના ભંગ બદલ રોકડ દંડની કાર્યવાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
