Gujarat

ઓછું મતદાન ધરાવતા બૂથ ઉપર ખાસ ઝુંબેશ હાથ ધરશે        

૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનને વધુ તેજ બનાવવામાં આવશે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે બુથ લેવલ ગ્રુપના સદસ્યો સાથે સંવાદ સાધીમતદારોને મતદાન મથક સુધી લાવવા અને દરેક મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

                જૂનાગઢ શહેરના શામળદાસ ગાંધીધામ હોલમાં બૂથ લેવલ અવરનેસ ગ્રુપના સદસ્યો એટલે કેઆશા બહેનોઆંગણવાડી વર્કરસ્વ – સહાય જૂથના બહેનો સહિતના કર્મચારીઓને ડોર-ટુ-ડોર મતદાન જાગૃતિ અભિયાનને તેજ બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રચિત રાજે માર્ગદર્શન આપવાની સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

                જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક રણનીતિ સાથે મતદાન જાગૃતિ અભિયાનને ચલાવવા માટે જણાવ્યું હતું. આ સાથે તેમણે ઓછું મતદાન ધરાવતા બૂથ ઉપર ખાસ જન સંપર્ક ઝુંબેશ હાથ ધરીલોકોને મતદાન મથક સુધી લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

                આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણીયાએ કહ્યું કે, લોકશાહીના કેન્દ્રમાં મતદાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં તેમની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. મતદાનના દિવસના આડે ગણતરીના દિવસો બાકી છેઆમ, ટૂંકા સમયમાં મતદાન જાગૃતિ અને મહત્તમ મતદાન માટે પૂરી શક્તિથી કામ કરવા માટે જણાવ્યું હતું.

                આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ ચૌહાણ અને ૮૬-જૂનાગઢના ચૂંટણી અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

                આ તકે બૂથ અવરનેશ ગ્રુપના વડાઓ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

bag-meeting-jnd4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *