Gujarat

ઓનલાઈન સટ્ટો રમતાની શંકા રાખી પોલીસે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા

અમદાવાદ
આઈપીએલની સિરીઝ દરમિયાન ફોનમાં એપ્લિકેશનથી લોકો મોટી સંખ્યામાં સટ્ટો રમતા હતા, તેમને પકડવા માટે પોલીસ પાસે બીજાે કોઈ રસ્તો નહીં હોવાથી કોઈપણ વ્યકિત શંકાસ્પદ જણાય એટલે પોલીસ સૌથી પહેલાં તેનો મોબાઈલ ફોન લઈ લેતા અને ફોનમાં ડાઉનલોડ કરેલી એપ્લિકેશન, ફોટા-વીડિયો અને ચેટિંગ ચેક કરતા હતા. ઘણાં કિસ્સામાં ફોનમાંથી સટ્ટાને લગતા કોઈ પુરાવા ન મળે તો પ્રેમી-પ્રેમિકાના અંગત પળના ફોટો-વિડીયોને આધાર બનાવી પોલીસ ગુનો નોંધવાની ધમકી આપીને પૈસા પડાવતી હોવાની પશ્ચિમ અમદાવાદમાંથી ૧ ડઝન જેટલી ફરિયાદ ઉપરી અધિકારીઓને મળતા તેમને વધુ તપાસના આદેશ આપ્યા છે. પોલીસ સૌથી પહેલાં તેનો મોબાઈલ ફોન આંચકી લેતી, ફોનમાંથી આઈપીએલને લગતી કે સટ્ટાને લગતી કોઈ એપ્લિકેશન કે માહિતી ન મળે તો ફોનના વોટસએપ અને મેસેજ ચેક કરતી, ત્યારબાદ ગેલેરીમાં જઈને ફોટા અને વીડિયો ચેક કરી જાે કોઇ પ્રેમ પ્રકરણને લગતો ચેટ-વીડિયો કે ફોટા મળે તો તેના ઓથા હેઠળ દમ મારીને પૈસા પડાવતી હતી. આઈપીએલના ઓથા હેઠળ ૮-૧૦ પોલીસકર્મીએ લોકો પાસેથી પૈસાનો તોડ કર્યાની ફરિયાદોની તપાસ ચાલી રહી છે. તપાસમા જાે કોઈ કસૂરવાર સાબિત થશે તો તેની સામે ગુનો નોંધાશે અને તેની અમદાવાદ શહેર-જિલ્લા બહાર બદલી કરવામાં આવશે.આઈપીએલ દરમિયાન મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા હોવાની શંકાના આધારે પોલીસે પશ્ચિમ અમદાવાદમાં સંખ્યાબંધ નિર્દોષ લોકો પાસેથી પૈસાનો તોડ કર્યો હતો. જે પૈકીના ૧ ડઝન કિસ્સામાં ઉપરી અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચતાં આનંદનગર પોલીસ સ્ટેશનના ૩ પોલીસકર્મીની કે કંપનીમાં બદલી કરાઇ છે, જ્યારે અન્ય ૮-૧૦ પોલીસકર્મી સામે ઈન્કવાયરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *