રાજકોટ
ગુજરાતમાં એક મહિના બાદ આજથી ફરી શાળાઓમાં ધોરણ ૧થી ૯ માટે ઓફલાઈન વર્ગો શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે રાજકોટમાં પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની ૪૫થી ૫૦% હાજરી જાેવા મળી હતી. જેના પરથી એવું લાગી રહ્યું છે કે હજુ પણ વાલીઓને બાળકો સંક્રમિત થવાનો ભય લાગી રહ્યો છે. એક મહિના બાદ શાળામાં ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ છે. આજે પ્રથમ દિવસે શાળામાં ૪૫થી ૫૦% હાજરી જાેવા મળી રહી છે સાથે જ લગ્નની સીઝન ચાલી રહી છે માટે ક્યાંક સંખ્યા ઓછી જાેવા મળી રહી છે. પરંતુ આગામી ગુરુવારથી આ સંખ્યા ૭૫ થી ૮૦% થઇ જશે તેવી પુરી આશા છે. સાથે જ ઓફલાઈન શિક્ષણ એ ઓનલાઇન શિક્ષણ કરતા ખુબ જ વધુ અગત્યતા ધરાવે છે માટે આ શરૂ થતા બાળકોનું શિક્ષણ સારી રીતે આગળ વધી શકશે. વધુમાં તેમને જણાવ્યું હતું આગામી માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા છે તેમજ એપ્રિલ મહિનામાં ધોરણ ૧થી ૯ની પરીક્ષા યોજાવવાની છે ત્યારે હવે બે મહિનામાં શનિ રવિ તેમજ વધુ સમય સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ કરાવવામાં આવશે અને તેઓનું શિક્ષણ ન બગડે તે માટે સંચાલકો ખાસ તકેદારી રાખશે. ઉલ્લેખનીય છે કે વારંવાર ઓનલાઇન ઓફલાઈન શિક્ષણ પગલે વિદ્યાર્થીઓના માનસ પર જરૂર અસર પહોંચી છે અને લગભગ વિદ્યર્થિઓના ૨૦% જેટલા અભ્યાસક્રમ પર સીધી અસર પહોંચી હોવાનું શાળા સંચાલકો માની રહ્યા છે.
