Gujarat

ઓમિક્રોને હળવાશમાં ન લો તેનાથી થઈ રહ્યા છે મોત ઃ ડબ્લ્યુએચઓ

અમદાવાદ
ઓમિક્રોન ખાસ કરીને વેક્સિનેટેડ લોકોમાં ડેલ્ટા કરતા હળવો દેખાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને ઓછો ગંભીર માનવો જાેઈએ.’ તેમણે કહ્યું કે અગાઉના વેરિઅન્ટની જેમ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અને મૃત્યુ પણ થઈ રહ્યા છે. ભારતમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કારણે બે લોકોના મોત થયા છે. ઓડિશાના બોલાંગીરમાં ઓમિક્રોનથી ૫૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું. અગાઉ, રાજસ્થાનના ઉદયપુરમાં એક ૭૩ વર્ષીય વ્યક્તિનું નવા પ્રકારથી મૃત્યુ થયું હતું. માત્ર છેલ્લા અઠવાડિયામાં જ ઉૐર્ંએ કોરોના સંક્રમણના ૯૫ લાખ નવા કેસ નોંધ્યા છે, જે ગયા સપ્તાહની સરખામણીમાં લગભગ ૭૧ ટકા વધુ છે. જાે કે, આ કેસો આના કરતા ઘણા વધારે હોઈ શકે છે, કારણ કે આરોગ્ય તંત્ર પર વધતા દબાણને કારણે કેસ મોડેથી નોંધાઈ રહ્યા છે. ઉૐર્ંના ટેકનિકલ ચીફ મારિયા વેન કેરખોવે જણાવ્યું હતું કે, ‘ઓમિક્રોન રોગચાળાના અંત પહેલા છેલ્લો ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ હોય એવું લાગે છે. ઓમિક્રોનના ઝડપથી ફેલાતા ખતરા વચ્ચે, કેરખોવે લોકોને પોતાની જાતને બચાવવાની રીતો અનુસરવા વિનંતી કરી. તેમણે કહ્યું, ‘અમે જે સલાહ આપી રહ્યા છીએ તેનું વધુ સારી રીતે પાલન કરો. આપણે સખત લડાઈ લડવાની છે.’ કેરખોવે વધુમાં કહ્યું કે મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકો ફેસ માસ્કને લઈને આટલા બેદરકારી દાખવે છે. તેમણે કહ્યું, ‘આપણે આપણું મોં અને નાક બરાબર ઢાંકવું જાેઈએ. માસ્કને દાઢીની નીચે રાખવાથી ફાયદો થશે નહીં. ઉૐર્ંના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રેયાને કહ્યું કે વેક્સિન ઈક્વિટી વિના, અમે ૨૦૨૨ના અંતમાં અહીં બેસીને કંઈક આવી જ વાત કરીશું, જે પોતાનામાં એક મોટી દુર્ઘટના હશે. અગાઉ, ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રસ અધાનોમે પણ સમૃદ્ધ દેશોને તેમની રસી ગરીબ દેશો સાથે શેર કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે બુરુન્ડી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ચાડ અને હૈતી જેવા દેશોમાં સંપૂર્ણ રસીકરણ કરાયેલ વસ્તીના એક ટકા કરતા પણ ઓછા છે. જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ આંકડો ૭૦ ટકાથી વધુ હોવાનો અંદાજ છે.કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા ઓછો ખતરનાક હોવાનું કહેવાય છે. પરંતુ (વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ દાવો કર્યો છે કે ઓમિક્રોનથી આખી દુનિયામાં લોકો મરી રહ્યા છે અને તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જાેઈએ. ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રસ અધાનોમે કહ્યું કે નવા વેરિઅન્ટથી રેકોર્ડ સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તે ઘણા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટથી પણ આગળ નીકળી ગયો છે અને સ્વાસ્થ્ય સેવાઓને પણ અસર કરી રહ્યો છે.

WHO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *