જૂનાગઢ
ઊપરકોટમાં અડીકડી વાવની નજીકમાં હવે પ્રવાસીઓને નવું ફરવાલાયક સ્થળ મળશે. અહીં એક દરવાજાે દેખાતાં પ્રવાસીઓ ત્યાંની મુલાકાત પણ લેશે. આ દરવાજાે રાંગને અડીને છે. અને ત્યાંથી નીચે પગથિયાં ઉતરીને બહાર જઇ શકાતું હતું. જાેકે, આ રસ્તો હાલ બંધ છે. અને ભરડાવાવ તરફથી જાેતાં આ દરવાજાે નથી દેખાતો. એ પણ તેની એક ખુબી છે. ૮૦૦ વર્ષ પહેલાં ગિરનાર પર્વત પર મા અંબાના દર્શન કરવા માટે રાણકદેવી, રાખેંગાર સહિતના ખોડીયાર મંદિર પાસેના ગેઇટમાંથી પસાર થઇ અહીંના રસ્તેથી દર્શને જતા હતાં. અડીકડી વાવ પાસે જ્યાં દરવાજાે દેખાયો છે. ત્યાં નજીકમાં દિવાલો પર અશોક શિલાલેખ પર છે એજ બ્રાહ્મી લિપીમાં કશુંક લખાયેલું છે. આથી તે પાલી ભાષામાં અને બ્રાહ્મી લીપીમાં હોવાનું માની શકાય. તો તેની બાજુમાં પંજાનાં તેમજ અન્ય નિશાનો પણ જાેવા મળ્યા છે જૂનાગઢના અઢી હજાર વર્ષનો ઇતિહાસ સંઘરીને આજેય અડીખમ ઉભેલા ઉપરકોટમાં હજુ ઘણા સ્થળો ઝાડી ઝાંખરાથી ઢંકાયેલા છે. જેના વિશે સામાન્ય લોકોને કશી ખબરજ નથી. અને આઝાદી બાદ તેમાં વૈજ્ઞાનિક ઢબે કોઇ સંશોધનકાર્ય પણ નથી થયું. આથી આ દિશામાં કામ થાય એ સમયની માંગ છે.ઉપરકોટમાં રીસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન અડીકડી વાવની નજીકના ભાગમાં ખોડીયાર મંદિર પાસે એક મોટો દરવાજાે હવે દેખાવા લાગ્યો છે. અગાઉ ઝાડી ઝાંખરાને લીધે અડીકડી વાવથી આ દરવાજાે ઝટ નજરે નહોતો ચઢતો. અને ત્યાં જવાનો રસ્તો પણ રાંગ તૂટી જવાને લીધે બંધ થઇ ગયો હતો. જાેકે, આ દરવાજાે કિલ્લાની બહાર ભરડાવાવ સાઇડેથી જાેતાં દેખાતો નથી એ પણ ઉપરકોટની એક ખુબી કહી શકાય.


