સુરત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે આજે સવારે એક અજીબોગરીબ ઘટના બની. જેમાં સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલ રાતે ૮ વાગ્યાથી લાપતા થયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઈટાલિયા, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ ભાજપ પર કંચન જરીવાળા અને તેના પરિવાર પર ધાકધમકી આપી દબાણ કરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હાલ તેનું ઉલ્ટું જાેવા મળી રહ્યું છે. આપના ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા ખેંચ્યું છે. રાજકીય પાર્ટીના દબાણમાં આવીને કંચન જરીવાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે તેવી પણ ચર્ચા ચાલી રહી હતી, પરંતુ ઉમેદવારે જાતે આવીને મતદાન પહેલા જ ફોર્મ પરત ખેંચ્યું છે, જેના કારણે સુરતમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કંચન જરીવાળા અને તેના પરિવાર પર ધાકધમકી આપવામાં આવી છે અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સૌ પ્રથમ કંચન જરીવાળાના પરિવારજનો પર દબાણ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કંચન જરીવાળા પર દબાણ વધતાં તેઓએ ચૂંટણી નહીં લડવા ર્નિણય કર્યો હતો. અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીના ઉમેદવારનું અપહરણ થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનું નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે? ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે કંચન જરીવાલાને ભાજપના લોકો ઉઠાવી લીધા હોવાની શક્યતા છે. કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ છે. જાેકે, કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચતા નાટકીય ડ્રામા સર્જાયો છે. રાજ્યસભા આપના સાસંદ સંજયસિંઘે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કંચન જરીવાલાનો કથીત અપહરણ કરતો વિડિયો જાહેર કરશે. ભાજપની ગુજરાતમાં દયનિય સ્થિતિ હોવાથી લોકશાહીનું ગળુ દબાવી રહી છે. ભાજપે ચુંટણી પહેલા હાર માની લીધી છે, એટલે આવા પ્રયાસો કરે છે. કંચન જરીવાલાને બળ જબરી પુર્વક આરઓ ઓફીસ લઇ જઇ ફોર્મ રદ કરવા પ્રયાસ કર્યો. જેમાં સફળ ન થતાં તેમનુ અપહરણ કર્યુ. ગુજરાતમાં ચુટણી પંચને ભાજપ સીધુ ચેલેન્જ આપતુ હોય એમ દેખાય છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે ૨૭ વર્ષ શુ કર્યુ એ જાહેર કરે ઉમેદવારનુ અપહરણ કેમ કરે છે. તેમના પર ફોર્મ પરત લેવાનુ દબાણ તાત્કાલીક રોકવુ જાેઇએ. આપના નેતાઓ મુખ્ય ચુંટણી અધિકારી સાથે મુલાકાત કરી રજુઆત કરાશે. વિડિયો રીલીજ કરી ભાજપના મળતિયા લોકોના ફોટો રજુ કર્યા. રવિ નામના વ્યક્તિ સાથે દાઢી વાળા વ્યક્તિનો ફોટો, રવિનો ગુજરાતના મુખ્યમંત્રી અને પુર્ણેશ મોદી સાથેનો ફોટો રજુ કર્યો. અત્યાર સુધી ભાજપ ધારાસભ્યોનુ અપહરણ કરતી હતી હવે ઉમેદવારોનું અપહરણ કરી રહી છે. ભારતીય ચુટંણી પંચ ઉમેદવારને સુરક્ષા આપે અને તેને ભય મુક્ત વાતાવરણમાં ચુંટણી લડવા દે. હવે કંચન જરીવાલા ગુમ થયા હોવાના સમાચાર વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતો હવે નવા સમીકરણો બની રહ્યા છે. હવે આ બેઠક પર સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થશે. એઆઇએમઆઇએમ પાર્ટી દ્વારા મુસ્લિમ ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે, જેના કારણે તેમને મત મળે એવી શક્યતા ખૂબ ઓછી છે. હવે કંચન જરીવાલા ચૂંટણીમાં ન ઉતરે તો જ ભાજપ સરળતાથી જીતી શકે તેમ છે. હવે જાેવાનું એ રસપ્રદ બનશે કે કંચન જરીવાલા પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચે છે કે ચૂંટણીમાં ઝંપલાવશે? સુરત પૂર્વ બેઠક પર ખરાખરીનો જંગ થાય એમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સીટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે. આવી સ્થિતિમાં કંચન જરીવાલાને જાે ૧૦થી ૧૫ હજાર વોટ પણ મળે તો ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક પર જીતવું મુશ્કેલ બની જાય એમ છે. એને કારણે સામ-દામ-દંડના ભેદની નીતિ અપનાવવામાં આવ્યો હોય એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચવા માટે બહુમાળી ભવન પહોંચ્યા હતા. જ્યારે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારબાદ કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું હતું. ફોર્મ પરત ખેંચવા સાથે અધિકારીની સાથે વાતચીત કરી હતી. કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી અને રાજીખુશીથી ફોર્મ પરત ખેચ્યું હોય તેવું અધિકારી સમક્ષ કંચન જરીવાલાએ જણાવ્યું હતું.કંચન જરીવાલા જરીના કામ સાથે જાેડાયેલા છે.


