સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસીયાએ જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢ ની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સંયુક્ત માહિતી નિયામકશ્રીએ કચેરીના વહીવટી પ્રશ્નો ઉકેલવા બાબતે જરૂરી દિશા નિર્દેશ આપવાની સાથે સંપાદન શાખાની કામગીરી સંદર્ભે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત સંયુક્ત માહિતી નિયામકશ્રીએ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ- કાર્યક્રમોના પ્રચાર પ્રસારને વધુ વેગ મળે તે માટે કાર્યકારી નાયબ માહિતી નિયામક શ્રી એન. એમ. મહેતા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ સાથે સંયુક્ત માહિતી નિયામકશ્રીએ જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ સાથે પરિચય કેળવી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


